નમસ્કાર મિત્રો હાલમાં કોરોના કહેર વર્ષવી રહ્યો છે ત્યારે ગૂગલ પોતાનું નવું ફીચર લાવ્યું છે જેના વડે તમારા વિસ્તારમાં કેટલા કોરોના કેશ છે તે જાણી શકશો તો આવો જાણીએ વિસ્તારથી

ગુગલ મેપમાં જમણી બાજુ ટોપ પર લેયર બટન આપવામાં આવ્યું છે, તેના પર ક્લિક કરતાં કોવિડ 19 ઈન્ફોનું ઓપ્શન આપવામાં આવ્યું છે. અને તેના પર ક્લિક કરતાં મેપ કોરોનાની સ્થિતિ અનુસાર બદલાઈ જશે. તે વિસ્તારમાં પ્રતિ 1 લાખ લોકો પર સાત દિવસનાં નવા મામલાઓની સરેરાશ દેખાડશે અને એ પણ દેખાડશે કે તમારા વિસ્તારમાં કેસો વધી રહ્યા છે કે નહીં.
આ ઉપરાંત ગુગલ પોતાના યુઝર્સની સુવિધા માટે કલર કોડિંગ ફીચરને પણ એડ કરશે, જે ઉપયોગકર્તાઓને એક ક્ષેત્રમાં વધી રહેલાં નવા મામલાઓને ઓળખવામાં મદદ કરશે. આ ઉપરાંત ટ્રેન્ડિંગ મેપ ડેટા એ તમામ 220 દેશો અને ક્ષેત્રોના કન્ટ્રી લેવલ દેખાડશે કે જેઓ ગુગલ મેપને સપોર્ટ કરે છે. આ ડેટા સુવિધા, રાજ્ય, શહેર, તાલુકા સહિતના સ્તર પર ઉપલબ્ધ હશે.
મિત્રો પોસ્ટ સારી લાગી હોય તો શેર કરવાનું ભુલશો નહીં
0 टिप्पणियाँ