અગાઉ નોટબંધી વખતે વાદળી રંગની નોટ પણ વાયરલ થઇ હતી. જે અંગે કહેવામાં આવ્યું હતું કે સરકાર 1000 રૂપિયાની જે નવી નોટ લાવવા જઇ રહી છે તે ભૂરા રંગની હશે તો કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફોટોશોપ દ્ધારા 500 અને 2000 રૂપિયાની નોટોનો કલર બદલીને લોકોની વચ્ચે અફવા ફેલાવાઇ રહી છે.
2 હજારની નોટો પણ આ રીતે વાયરલ થઇ હતી
હાલ માર્કેટમાં ચાલી રહેલી 2000ની નોટો પણ આ જ રીતે વાયરલ થઇ હતી. તેના સપ્તાહ પછી વડાપ્રધાન મોદીએ પ્રજાજોગ સંદેશમાં આ નોટોને લોન્ચ કરવાની સાથે જ જુની 1000 અને 500 રૂપિયાની નોટોને બંધ કરી દીધી હતી. ત્યાર બાદ નોટોને લઇને અફવાઓનું બજાર ગરમ છે
સરકાર પહેલા જ હજારની નોટ લાવવાની કરી ચુકી છે જાહેરાત
મહત્વનું છે કે સરકાર 1000ની નવી નોટ લાવવાની અગાઉથી જાહેરાત કરી ચુકી છે. નોટબંધી દરમ્યાન મીડિયાને સંબોધિત કરતી વખતે ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી શક્તિદાંસ કાંતે આ નોટોને ઇશ્યૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે ત્યાર બાદ સરકાર તરફથી 1000 રૂપિયાની નોટો અંગે કોઇપણ પ્રકારનું નિવેદન નથી આવ્યું.
Tags
Gujarati News