દેશ વિદેશમાં જાણીતો મુર્રા જાતિનો યુવરાજ નામના પાડાની બોલી કરોડોમાં લાગેલી છે.યુવરાજનાં માલિક કરણવીર સિંહે જણાવ્યું કે, યુવરાજની ઉંમર આઠ વર્ષ છે, જ્યારે તેનો પુત્ર ધોની ત્રણ વર્ષનો છે. ધોની હરિયાણામાં પશુ મેળામાં વિજેતા રહી ચૂક્યો છે. તો યુવરાજ 13થી વધુ પશુમેળામાં ચેમ્પિયન રહ્યો છે. તેની લોકપ્રિયતા અને કિંમતને ધ્યાનમાં રાખતા તેની સુરક્ષા માટે માલિકે બાઉન્સર્સ પણ રાખવા પડે છે.
યુવરાજ હાલ રાજસ્થાનના જયપુરમાં યોજાનારી ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટમાં આવવાનો છે અને તે મીટમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. યુવરાજ દર મહિને તેના માલિકને 16 લાખથી વધુની આવક અપાવતો હોવાથી તેના માલિક તેને વેચવા નથી માગતા.
દરમહિને કમાય છે 16 લાખ 80 હજાર રૂપિયા
- દર ચાર દિવસે યુવરાજનું વીર્ય નીકાળવામાં આવે છે, જેનાથી એક વારમાં 700થી 800 ઈંજેક્શન બને છે.
- એક ઈંજેક્શન અંદાજે 300 રૂપિયામાં વેચાય છે, એટલે કે ચાર દિવસની કમાણી 800 X 300 = 2,40,000 Rs. . મહિનામાં 7 વખત વીર્ય નીકાળવામાં આવે છે.
- જેના પ્રમાણે યુવરાજની કમાણી- 240000X 7 = 16,80,000 Rs. . આખા વર્ષની કમાણી- 16,80,000 X 12 = 2,01,60,000 Rs. થાય છે.
9 કરોડ રૂપિયાની લાગી ચૂકી છે બોલી

- યુવરાજનાં પિતાનું નામ યોગરાજ છે, માતાનું નામ ગંગા છે. પિતા યોગરાજ પણ તેમના સમયમાં ચેમ્પિયન રહ્યા છે.
- માતા ગંગાનાં નામે 26 કિલો 400 ગ્રામ દૂધ આપવાનો રેકોર્ડ હરિયાણામાં નોંધાયેલો છે.
- કરણવીરે જણાવ્યું કે, મલેશિયાનાં વેપારી યુવરાજનાં 9 કરોડ રૂપિયાની બોલી લગાવી ચૂક્યા છે, જ્યારે કોઈ કીંમતે તેને વેચવા માટે તૈયાર નથી.
- ભારતમાં રોલ્સ રોયસ ફેન્ટમની કિંમત 7.5 કરોડ છે. એવામાં યુવરાજ આ સુપર લક્ઝરી કાર કરતા પણ મોંઘો બની ગયો છે.
- કરણવીર જણાવે છે કે, યુવરાજ દરરોજે ખોરાકમાં 20 કિલો દૂધ, 10 કિલો સફરજન, બે કિલો અનાજ સામેલ છે.
- આ ઉપરાંત, યુવરાજ દરરોજે પાંચ કિલોમીટર ફરે પણ છે.

Tags
Gujarati News