Updates

6/recent/ticker-posts

Header Ads Widget

માતાના આ મંદિરમાં છે અદ્ભુત શક્તિ, દુનિયાભરના વૈજ્ઞાનિકો શોધી નથી શક્યા કારણ

ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલા કસારદેવી મંદિરમાં લોકોને અસીમ શક્તિનો અનુભવ થાય છે, આ શક્તિનો અનુભવ કરીને નાસાના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે. નાસાના વૈજ્ઞાનિકો આ જગ્યાએ ચુંબકીય શક્તિ હોવાના કારણો અને પ્રભાવો અંગે શોધ કરી રહ્યા છે. આ મંદિરમાં અને આસપાસના ક્ષેત્રમાં લોકોને અપાર શાંતિનો અનુભવ થાય છે આ જ કારણથી લોકો આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક શાંતિ માટે અહીં ધ્યાન વગેરે કરવા આવે છે.


પર્યાવરણ નિષ્ણાતોએ પણ આ ક્ષેત્રમાં લાંબા સમય સુધી શોધ કરી છે, તેમણે જણાવ્યુ કે કસારદેવી મંદિરની આસપાસના ક્ષેત્રમાં ધરતીની અંદર વિશાળ ચુંબકીય પિંડ છે.
છેલ્લા બે વર્ષથી નાસાના વૈજ્ઞાનિક આ બેલ્ટના બનાવાના કારણ જાણવામાં લાગેલા છે, આ ચુંબકીય પિંડનો મનુષ્ય ઉપર શું પ્રભાવ પડે છે તે પણ જાણવાના પ્રયાસ થઈ રહ્યા છે.
શોધથી સામે આવ્યુ છે કે કસારદેવી મંદિર અને દક્ષિણ અમેરિકાના પેરુમાં સ્થિત માચૂ-પિચ્ચૂ અને ઈંગ્લેન્ડના સ્ટોનહેન્જમાં અદ્ભુત સમાનતાઓ છે, આ ત્રણેય જગ્યાએ ચુંબકીય શક્તિ મોજૂદ છે.

સ્વામી વિવેકાનંદને અહીં વિશેષ જ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો

સ્વામી વિવેકાનંદ 1890માં આ ક્ષેત્રમાં ધ્યાન કરવા આવ્યા હતાં, અલ્મોડાથી આશરે 22 કિલોમીટર દૂર કાકડીઘાટમાં તેમને વિશેષ જ્ઞાનનો સાક્ષાત્કાર થયો હતો, આ જ રીતે બૌદ્ધ ગુરુ લામા અંગરિકા ગોવિંદાએ અહીં એક ગુફામાં રહીને વિશેષ સાધના કરી હતી. દર વર્ષે વિદેશોથી કેટલાક લોકો આધ્યાત્મિકતાની શોધમાં અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા અહીં આવે છે અને થોડાક મહિના અહીં રોકાય છે.
સ્વામી વિવેકાનંદે અલ્મોડામાં લોકોને સંબોધિત કરતા કહ્યુ હતું કે આ ભૂમિ માતા પાર્વતીની જન્મભૂમિ છે, આ તે પવિત્ર સ્થળ છે જ્યાં ભારતનો દરેક વ્યક્તિ જે ધર્મ અને આધ્યાત્મમાં ઊંડો રસ ધરાવતો હોય તે અહીં પોતાના જીવનનો અંતિમ સમય પસાર કરવાની ઈચ્છા રાખે છે. સ્વામી વિવેકાનંદે અહીં એક ધાર્મિક કેન્દ્ર સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, વર્ષ 1916મા તેમના શિષ્ય સવામી તુરિયાનંદ અને સ્વામી શિવાનંદે અલ્મોડામાં બ્રાઈટએન્ડ કોર્નર ઉપર એક કેન્દ્રની સ્થાપના કરી હતી જે રામકૃષ્ણ કુટીરના નામથી ઓળખાય છે.

દુનિયાના આ 3 ખાસ સ્થળોની વિશેષતા
કસારદેવી મંદિર, અલ્મોડા (ભારત)
અલ્મોડાથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા કસારદેવી મંદિરની આસપાસ પાષાણયુગના અવશેષ મળે છે. અહીં આવનારને અદ્ભુત માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આ જ કારણથી દેશ-વિદેશથી કેટલાક લોકો અહીં આવે છે.
માચૂ-પિચ્ચૂ, પેરુ (અમેરિકા)
આ સ્થળે ઈંકા સભ્યતાના અવશેષ મળે છે જે તે સમયે એક ધાર્મિક નગરી હતી. અહીં ઉપર પર્વતથી નીચે જોવા પર  એક લાંબી લાઈન દેખાય છે જ્યારે નીચે પહોંચવા પર આવું કંઈ દેખાતું નથી.
સ્ટોનહેન્જ સ્મારક, વિલ્ટશાયર (ઈંગ્લેન્ડ)
આ જગ્યા વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ છે સાથે જ આ સ્થળ વિશ્વની સાત અજાયબીમાં પણ સામેલ છે. અહીંની વિશેષતા છે કે અહીં 23 ફુટ ઊંચી ચટ્ટાનોને ધરતીમાં ગાડીને એક વર્તુળાકાર બનાવામાં આવ્યો છે. આ જગ્યા પાષાણયુગની માનવામાં આવે છે, આ જગ્યા અંગેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે.