નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના 4જી ડેટા અને વોઇસ કોલની ઓફર્સે અન્ય કંપનીઓના સસ્તા પ્લાન લાવવા મજબૂર કરી દીધી છે. સસ્તા ડેટા વોરમાં નવી એન્ટ્રી વોડાફોનની છે. કંપનીએ 250 રૂપિયામાં 1જીબી રિચાર્જ પર 9જીબી 4જી ડેટા ફ્રી આપવાની જાહેરાત કરી છે. અગાઉ એરટેલ અને બીએસએનએલ પણ સસ્તા પ્લાન લાવી ચુકી છે.
- વોડાફોને 25 રૂપિયા પ્રતિ જીબી રેટ પર 4જી ડેટા ઓફર કર્યો છે.
- કંપનીએ કહ્યું કે 1 જીબી કે તેથી વધુનું રિચાર્જ કરવા પર 9જીબીનો 4જી ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે.
- વોડાફોનનું 1જીબીનું રિચાર્જ 250 રૂપિયામાં છે. આ ઓફર 90 દિવસ માટે છે.
કયા શહેરોમાં છે ફ્રીની ઓફર્સ
- 9જીબી મફત ડેટા પ્લાન, દિલ્હી, મુંબઇ અને કોલકાતા સર્કલમાં એક જીબી કે તેથી વધુના રિચાર્જ પર લાગુ થશે. ગુજરાતમાં રાતે 12 થી સવારે 6 સુધી યુઝ કરી શકાશે.
શું છે શરત ?
- ઓફર હેઠળ નવા 4જી હેન્ડસેટ સ્માર્ટફોનની સાથે ગ્રાહક હવે 1જીબી પ્લાન રિચાર્જ કરશે તો તેને 9 જીબી મોબાઇલ બ્રોડબેન્ડનો ઉપયોગ કરવા મળશે.
- નવા સ્માર્ટફોનમાં છેલ્લા છ મહિનામાં વોડાફોનના સિમનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોવો જોઇએ.
- આ ઉપરાંત, 31 ડિસેમ્બર 2016 સુધી અનલિમિટેડ 4જી હાઇ-સ્પીડ મોબાઇલ ડેટા સર્વિસ ઓફર છે.
- ઓફર હેઠળ વોડાફોન ગ્રાહક વોડાફોન પ્લે પર મફત ટીવી,મૂવી તેમજ સંગીત મેળવી શકશે.
Tags
Mobile Technology