સમગ્ર દેશમાં ગ્રાહકોને રિલાયન્સ જિઓની ફુલ ફલેશ સર્વિસ સોમવારથી મળવાની શરૂ થશે. કંપનીનું કહેવું છે કે સોમવારેથી 4જી સર્વિસ હેન્ડસેટ પર પણ તેની સર્વિસ શરૂ થશે. કંપનીને લગભગ 10 કરોડ સબસ્ક્રાઈબર્સ જિઓ સાથે જોડાશે તેવી આશા છે. મલ્ટી બ્રાન્ડ રિટેલ પર પણ મળશે સિમ... સૂત્રોના જણાવ્યા અનુસાર, જિઓ સિમ તમામ રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ પર મળતા હતા. હવે તે મલ્ટબ્રાન્ડ આઉટલેટ અને મોબાઈલફોનની દુકાનો પર પણ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર દેશમાં લગભગ 2 લાખ સ્ટોર્સ પર સિમ ઉપલબ્ધ થશે.
આ યુઝર્સને સૌથી વધુ ફાયદો
રિલાયન્સ જિઓનો ફાયદો તે યુઝર્સને સૌથી વધુ થશે જેમની પાસે આઈફોન, શ્યાઓમી, મોટારોલા અને લેનોવોનો હેન્ડસેટ છે. આ હેન્ડસેટ અત્યાર સુધી તેની પ્રીવ્યુ ઓફરના પાર્ટ તરીકે.ન હતો. રિલાયન્સ જિઓ 15 લાખ યુઝર્સની સાથે પોતાની સર્વિસિસનું ટેસ્ટિંગ પહેલાથી શરૂ કરી ચૂકયું છે. કંપનીએ ઓછા સમયમાં 10 કરોડ યુઝર્સને પોતાની સાથે જોડવાનું ટાર્ગેટ રાખ્યું છે.
20 બ્રાન્ડના હેડસેટ પર સર્વિસ
સોની, સેનસુઈ, વિડિયોકોન, એલજી, સેમસંગ, માઈક્રોમેકસ, પેનાસોનિક, આસુસ, ટીસીએલ, અલ્કાટેલ, એચટીબી ઈન્ટેકસ, વિવિ, જિઓની, કાર્બન અને લાવા સહિત લગભગ 20 બ્રાન્ડો જિઓ પ્રીવ્યુના ઓફરમાં સામેલ છે. આ હેન્ડેસેટ બ્રાન્ડના 4જી સ્માર્ટફોન યુઝર્સને 90 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને હાઈસ્પીડ મોબાઈલ બ્રોડબેન્ડ ટ્રાયલ્સ માટે હશે. જિઓની ઓફરની રિબ્રાન્ડિંગ હવે વેલકમ ઓફરના રૂપમાં કરવામાં આવશે. અનલિમિટેડ ફ્રી સર્વિસિસ 5 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મળશે. રિલાયન્સ જિઓએ કસ્ટમર્સને વાયદો કર્યો કે લોકલ-એસડીટી વોઈસ કોલ અને રોમિંગ લાઈફ ટાઈમ ફ્રી હશે.
શું છે સિમ ખરીદવાની પ્રોસેસ
ઈ-કેવાયસીની સાથે સિમ ખરીદવાની પ્રક્રિયા હવે સરળ થઈ ગઈ છે. તેમાં કન્ઝયુમરને લાંબું ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂરિયાત નથી અને વેરિફીકેશનની પ્રક્રિયા પણ લાંબી નથી. આધાર ડેટા અને કસ્ટમરના ફિગરપ્રિન્ટનો ઉપયોગ કરીને ફોર્મ ભરવાની અને વેરિફિકેશનની પ્રક્રિયા પુરી થઈ જાય છે. ઘણી જગ્યાઓ પર આ સુવિધા શરૂ થઈ ગઈ છે. સિમ ખરીદતી વખતે ગ્રાહકોએ પ્રી-પેડ કે પોસ્ટપેડનો પ્લાન પસંદ કરવાનો રહેશે. ગ્રાહક 31 ડિસેમ્બર સુધી ફ્રી સર્વિસ લઈ શકશે અને બાદમાં ટેરિફ પ્લાન લાગૂ થશે.
10 ટેરિફ પ્લાન કંપનીએ 10 ટેરિફ પ્લાન રજૂ કર્યા છે. પ્લાન 19 રૂપિયામાં વન ડે પ્લાનથી છે. આ પ્લાન કયારેક-કયારેક ડેટા યુઝ કરનારા યુઝર્સ માટે છે. તેમાં યુઝરને અનલિમિટેડ કોલ સિવાય 100 એમબી ડેટા અને 100 એસએમએસ મળશે. ડેટા યુઝર્સ માટે કંપનીએ 4,999 રૂપિયા મંથલીનો પ્લાન છે. તેમાં યુઝરને 75 જીબી 4જી ડેટા મળશે. આ સિવાય રિલાયન્સ 15,000 રૂપિયાનો જિઓ એપ્સ બકેટ આપી રહ્યું છે. તે તમામ એકટિવ જિઓ કસ્ટમર્સ માટે 31 ડિસેમ્બર 2017 સુધી કોમપલિમેન્ટ્રી હશે.
Tags
Gujarati News