એકવાર લઇ જશો બાળકોને ઇન્દ્રોડા પાર્કમાં, તો વારંવાર થશે જવાનું મન


ગાંધીનગરમાં આવેલો ઈન્દ્રોડા પાર્ક દરેક લોકોને આકર્ષી લે તેવો છે. ઈન્દ્રોડા પાર્કમાં ડાઈનાસોરનાં ઈડાં અને અવશેષો રાખવામાં આવ્યાં છે. દુનિયામાં ઈન્દ્રોડાની માફક સરળતાથી ડાયનાસોરનાં ઈંડા-અવશેષોને જોઈ-સ્પર્શી શકાય એવી સગવડ બીજે ક્યાંય નથી. આ ઉપરાંત અહીં વિશાળ પ્રાણી સંગ્રહાલય છે. વાઘ-દીપડા સહિતનાં સજીવો અહીંના પ્રાણી સંગ્રહાલયમાં છે, પણ વધારે આકર્ષક તો વ્હેલ માછલીનું સોએક ફીટ લાંબુ અસ્થિમાળખું છે. વ્હેલ ખરેખર કેવડી હોય તેનો અંદાજ એ હાડપિંજર જોયા વગર આવી જ ન શકે. કહેવા માટે ઈન્દ્રોડા માનવનિર્મિત જંગલ છે, પણ છતાંય માણવાલાયક તો છે જ.

ત્યાંની જોવા જેવી 4 ખાસિયતો
1. પ્રાણી સંગ્રહાલય હોવાથી અનેક પ્રકારનાં પ્રાણીઓ જોવા મળે છે.
2. બોટનિકલ ગાર્ડન છે.
3. વ્હેલ માછલીનું હાડપિંજર
4. ડાયનાસોરના અવશેષો

કઈ રીતે જઈ શકાય?
ગાંધીનગર અને અમદાવાદથી ઇન્દ્રોડા પાર્ક જવા માટે અનેક પ્રકારના ખાનગી-સરકારી વાહનો મળી રહે છે. પાર્કનો સમય સવારના 8થી સાંજના 6 સુધીનો છે. દર સોમવારે પાર્ક બંધ રહે છે.
....Google advertising.......