Header Ads

 • Breaking News

  રાજકોટના ખોળામાં જ મોટો થયો છું, સૌરાષ્ટ્રમાં પાણીની તંગી નહીં રહે: રૂપાણી

  રાજકોટ: રાજકોટના પશ્વિમ વિસ્તારના ધારાસભ્ય વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા છે.  એરપોર્ટ પર  તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂપાણીએ મીડિયા સાથએની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના ખોળામાં જ મોટો થયો છું એટલે સામાન્ય માણસ છું. ખુરશી પર બેસવાનું છે ખુરશી આપણા પર ન બેસવી જોઇએ. સૌરાષ્ટ્રમાં પાણીની તંગી રહેશે નહીં. તેમજ મનપા દ્વારા બનેલા ઓડિટોરીયમ હોલનું લોકાર્પણ કરી પૂજ્ય પ્રમુખ સ્વામી હોલના નામની જાહેરાત કરી હતી.


  સૌરાષ્ટ્રમાં પાણીની તંગી આવવા દઇશું નહીં,  સૌની યોજનાનું પીએમ કરશે ઉદઘાટન

  સીએમએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં જે પાણી તંગી છે તે હવે સર્જાવા દઇશું નહીં. 30 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજનાનું ઉદઘાટન કરશે. સૌની યોજના અંતર્ગત 110 ડેમો નર્મદાના નીરથી ભરવામાં આવશે. તેમજ થાનગઢની ઘટનામાં સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
  રાજકોટ મનપા દ્વારા બનાવેલા ઓડિટોરીયમ હોલનું નામ રખાયું પૂજ્ય પ્રમુખ સ્વામી હોલ
  રાજકોટના રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટી પાસે મનપા દ્વારા નવ નિર્માણ પામેલા ઓડિટોરીયમ હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ સીએમએ હોલનું નામ પૂજ્ય પ્રમુખ સ્વામી હોલા નામની જાહેરાત કરી હતી.  
  CMના પત્ની અંજલીબેન રહ્યા લોકો વચ્ચે 
  આજે રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી સાથે તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ આવી પહોંચ્યા હતા. ભવ્ય સ્વાગત થઇ રહ્યું હતું ત્યારે તેઓ પતિની સાથે રહેવાને બદલે લોકોની વચ્ચે જતા રહ્ય હતા. સવારે એરપોર્ટ પરથી ઉતર્યા બાદ રાત્રી સુધીમાં એક પછી એક એમ તેમના પાંચ કાર્યક્રમોની ભરમાર ગોઠવવામાં આવી છે.  રાજકોટમાં રૂપાણીનું 251 સંસ્થા મળીને સન્માન કરશે.

  સવારે વિજય રૂપાણીનું પાલિકા ભાજપ અને વિવિધ જ્ઞાતિઓએ સ્વાગત કર્યું

  સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ભાજપના પદાધિકારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને વિવિધ જ્ઞાતિ સમુદાયો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કીટીપરા ખાતે રૂ.12 કરોડના ખર્ચે 7000 ચો.મી. જગ્યામાં તૈયાર કરાયેલા જી પ્લસ કેટેગરીના 307 ફ્લેટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

  રૈયા રોડ પર ફ્લેટોનું લોકાર્પણ 

  ફ્લેટના લોકાર્પણના કાર્યક્રમ બાદ રૈયા રોડ પર આલાપગ્રીન સિટી પાસે 4632 ચો.મી. જગ્યામાં રૂ.27.70 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 774 સીટની બેઠક વ્યવસ્થા ધરાવતા અને હોલમાં 180 સીટની બેઠક વ્યવસ્થા ધરાવતા ઓડીટોરીયમનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. બપોર બાદ સાંજે 5 થી 6.30 સુધી પેડક રોડ પર અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના કાર્યક્રમ આપશે અને સાંજે 6.45 વાગ્યે નાના મવા મેઇન રોડ ખાતે સત્યમ પાર્ટી પ્લોટ ખાતે નાગરીક અભિવાદન સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં 251 સંસ્થાઓ તેમનું સન્માન કરશે.

  No comments

  Post Top Ad

  Post Bottom Ad