કામ પર જતાં સમયે કાળ ભેટી ગયો
સચીન પોલીસે જણાવ્યું હતું કે, રેલવે ઓવરબ્રિજ ઉપર થયેલા ટ્રક(GJ-19-T-2631) અને બાઈક(GJ-20-AC-2362)ના એક્સિડન્ટમાં દાહોદના બે યુવાનોના મોત નિપજ્યા હતા. મૃતક બંને યુવાનોની તપાસ કરતાં તેઓ રાંદેરની એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારની શોધ કર્યા બાદ મૃત બૈ પૈકી એક નગીન ગોબર આમલેપાર અને હિમચંદ્ર ઘુમસિંગ ડામોર હોવાનું બહાર આવ્યું હતું. બંને સાઢુભાઇઓ થતાં હોવાનું પણ પરિવારે જણાવ્યું હતું. બંને સાઢુભાઇઓ ઘરેથી સચીન કામ માટે બાઇક પર જઇ રહ્યા હોવાનું જણાવી નીકળ્યા હતા. જોકે, બંનેના મોતની જાણ પરિવારને થતાં બે સગી બહેનોના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
એક આગળ બીજો પાછળના વ્હીલ નીચે કચડાયો
108ના ઇએમટીએ જણાવ્યું હતું કે, એક્સિડન્ટનો કોલ મળતાં જ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. એક આઇસર ટ્રકના ટાયર નીચે એક યુવાન કચડાઇ ગયો હતો. જ્યારે બીજો યુવાન ટ્રકના પાછળના વ્હીલમાં આવી ગયો હતો. બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં જુઓ ગોઝારા એક્સિડન્ટની વધુ તસવીરો