રૂ. 500 લઈને મુંબઈ આવ્યા હતા ધીરૂભાઈ, ઉભું કર્યું 62 હજાર કરોડનું સામ્રાજ્ય

નવી દિલ્હીઃધીરૂભાઈ અંબાણી જીવતા હોત 84 વર્ષના હોત. 6 જુલાઈ 2002ના રોજ તેમનું અવસાન થયું હતું. એક જીનિયસ બિઝનેસમેન તરીકે તેમણે જે સફળતા મેળવી હતી તે કોઈ પણ વ્યક્તિ માટે મેળવવી સરળ નથી. તેઓ એવા બિઝનેસમેન હતા, જેમણે ભારતને બિઝનેસ કરવાનો નવો અંદાજ આપ્યો. પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીને કારણે તે દેશમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા.


300 રૂપિયાના પગારથી બન્યા 62 હજાર કરોડના માલિક

- ધીરૂભાઈ અંબાણીએ પોતાની કારકીર્દિની શરૂઆત માત્ર 300 રૂપિયાથી કરી હતી.
- પરંતુ પોતીની સખત મહેનત, આક્રમક રણનીતિ અને આગવી સુઝને કારણે તેમણે રિલાયન્સ જેવો મોટો બિઝનેસ ઉભો કર્યો.
- 2002માં જે સમયે તેમનું મૃત્યું થયું તે સમયે રિલાયન્સની કુલ સંપત્તિ અંદાજે 62 હજાર કરોડ રૂપિયા હતી.