રેસિપિ ડેસ્ક, અમદાવાદ: મેગીનું નામ આવતાં જ નાના-મોટા બધાના મોમાં પાણી આવી જાય છે. આજે અમે મેગીની વિવિધ વાનગીઓની વાત કરીશું જેને તમે રેસ્ટોરાં સ્ટાઇલમાં ઘરે જ બનાવી શકો છો. જો તમે તમારા રસોડામાં ચેન્જ લાવવા ઈચ્છતા હોવ તો બનાવો આ વિવિધ વાનગીઓને અને કરો પરિવારને ખુશ.
મેગી નૂડલ્સ ભેળ
સામગ્રીઃ
-સો ગ્રામ નુડલ્સ
-બે ટીસ્પૂન નુડલ્સનો મસાલો
-સો ગ્રામ ચણાની દાળ
-સ્વાદ પ્રમાણે મીઠું
-એક ટીસ્પૂન મરચું
-એક ટીસ્પૂન સંચળ
-એક નંગ ડુંગળી
-એક નંગ ટામેટું
-એક નાનું કેપ્સિકમ
-એક નાનું દાડમ
-સો ગ્રામ સેવ
-પચ્ચાસ ગ્રામ મસાલા શિંગ
રીતઃ
ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમને ઝીણા સમારી લો. દાડમના દાણા કાઢી લો. પછી એક પહોળા વાસણમાં શેકેલા નુડલ્સ, ચણાની દાળ, બુંદી, સેવ અને પૂરીનો ભૂકો તથા મસાલા શિંગ નાખી હલાવો. ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, દાડમના દાણા નાખી નુડલ્સનો મસાલો ભભરાવી હલાવો. ત્યારબાદ ટોમેટો કેચઅપ નાખી સરખી રીતે હલાવી કોથમીર અને દાડમથી ગાર્નિશ કરી સર્વ કરો.