Updates

6/recent/ticker-posts

Header Ads Widget

મધમાખીના અવર્ણનીય ઔષધીય ગુણો છે


મધમાખીના અવર્ણનીય ઔષધીય ગુણો છે  

આજનો  દિવ્યભાસ્કરનો લેખ અભીવ્યક્તિમાંથી
માનવી તેના જીવનમાં જે કંઈ કરે છે તે ટેવ પ્રમાણે કરે છે. ખાવાનું ટેવ પ્રમાણે લે છે. પરંતુ પોષણની બાબતમાં માણસ ખાવાની ચીજ- આઇટેમમાં વિવેક રાખતો નથી. માનવી કરતાં મધમાખી વધુ બુદ્ધિશાળી છે. વિવક રાખે છે. મધમાખી ફૂલમાંથી રસ ચૂસે છે ત્યારેતે દરેક ફૂલની કસોટી કરે છે. એ કસોટીમાંથી ફૂલ પાર ઊતરે ત્યારે જ એ ફૂલનો રસ મધમાખી ચુસે છે. તેથી યુરોપમાં કહેવત છે કે કોઈ માનવ પર ભરોસો ન રાખો પણ મધમાખી ઉપર તો પુરો વિશ્વાસ રાખવો! ડો.જાર્વિસ લખે છે કે મધમાં પોટેશિયમ છે એટલેતેમાં રોગકારી જંતુ પેદા થતા નથી. અમેરિકાની વિસ્કોન્સીન યુનિ.ના કેમિસ્ટ્રી ખાતાના પ્રોફેસર એચ. એ. સ્યુટ કહે છે કે મધમાં ઉત્તમોત્તમ ખનીજો છે. આપણા લોહીમાં હિમોગ્લોબીન નામનું તત્ત્વ છે તે મધમાંથી મળે છે. હિમોગ્લોબીન એવી શક્તિ છે કે શરીરના તમામ અવયવોનેતેપ્રાણવાયુ પુરો પાડે છે. જો આપણા લોહીમાં લોહનું તત્વ ન હોય તો હિમોગ્લોબીન-ઉર્ફે મધમાંથી આપણને પુરતું તત્વ મળે છે. ખાંડ આહારમાં લો છો તે ખાંડને કિડની મુશ્કેલીથી મુત્ર વાટે બહાર કાઢે છે પણ મધના અવશેષને કિડની સહેલાઈથી બહાર કાઢી શકે છે અર્થાત ટૂંકમાં મધને આહાર તરીકે લેવાથી (ખાંડની જગ્યાએ) કિડની પરભાર આવતો નથી. મધથી શરીરના અવયવો શાંત થાય છે. કોઈ બાળક રાત્રે પથારીમાં પેશાબ કરી જતું હોય તેનેતલ ખવરાવવા અનેતલ ખાઈ લે પછી મધ ચટાડવું! આને કારણે એક તો બાળકને ઊંઘ આવી જશે અને બીજુ રાત દરમિયાન પેટમાં ગયેલું મધ પેટની અંદરના પ્રવાહીને પકડી રાખશે. તેથી બાળક પથારીમાં પેશાબ નહીં કરે! કેનેડાની સ્પોર્ટસ કોલેજોમાં ખેલાડીઓને સવારે બ્રેડ અને દૂધ સાથે મધ ખવરાવાય છે. બ્રાઝિલ અને કોલંબીયાના જંગલોમાં લાંબુ દોડનારાઓ વૃક્ષ ઉપરથી મધપુડા કાઢીનેતેના ઉપરથી માખીઓને ઉડાડીને મધપુડાને સીધા જ ચૂસતાં ચૂસતાં દોડે છે! રતિક્રીડામાં આનંદ માણવા ઘણા આરબો ઊંટડીના દૂધમાં મધ ભેળવીને હજી પણ પીવે છે! બિસ્કિટ અને ચોકલેટમાં જે નુકસાન કરનારી ખાંડને કારણે શરીરનું ઘણું કેલ્સિયમ વપરાઈ જાય છે અને ખાંડથી એસીડીટી વધે છે તેમ જ પાચન નબળું પડે છે. કોકાકોલા, પેપ્સી કે થમ્સઅપ કે બીજા મીઠા પીણામાં છ મોટા ચમચા જેટલી કે વધુ ખાંડ હોય છે. વધુ પડતી ખાંડ પેટમાં જવાથી બાળકો વધુ તોફાની, વધુ ચીડીયા અનેહિંસક (મારકણા) બની જાય છે. ખાંડવાળા પદાર્થ વધુ ખાવાથી જલદી મોતિયો આવે છે. હું જરૂર પુરતી એક સમય જ આમા ઓછી ખાડ લઉં છું બાકી આહારમાં ખાંડ લેતો નથી એટલે મને 86 વર્ષની ઉંમરે મોતિયો આવ્યો નથી. પ્લીઝ, પ્લીઝ બાળકો કોલાના પીણા હરગીઝ નહીં આપો. 45ની ઉંમર પછી તો દરેક જણે ખાંડના વિકલ્પમાં મધ વાપરવું જોઈએ. ડો.ગેય હિમર હોર્સલે કહે છે કે: ‘મધ તો પ્રેમીઓના લગ્ન જેવું/મધુર છે. જેમ વર્ષો વીતે તેમ/બન્ને વચ્ચેનો જૂનો પ્રેમ ધુર બને છે.’ અર્થાત મધ જેટલુ જૂનું તેટલુ સારું. મધને સંસ્કૃત અનેહિન્દીમાં મધુ કહે છે. મોટે ભાગે ‘શહદ’ શબ્દ વધુ વપરાય છે. અરબી ભાષામાં મધને ઉસેલી કહે છે. પર્શ્યન આંગબીન કહે છે. કન્નડમાં તેમ જ દક્ષિણની ભાષાઓમાં ‘ફેની તુપ્ય’ કહે છે.મધનુ પચતાં અડધો કલાક માંડ લાગે છે. મધને પંચાવવામાં કોઈ પાચક રસની જરૂર પડતી નથી કારણ કે મધ પોતાના પાચક રસો સાથે લઈને જ પેદા થાય છે. આંતરડાના જંતુને મારનારું ફોલીકએસીડ મધમાં હોય છે. આજે પણ દક્ષિણ ભારત જાઓ તો કુર્ગ પ્રદેશમાં ચોખ્ખું મધ મળે છે. તે જરૂર લેતા આવજો. (આ પ્રદેશમાં આપણા સેનાપતિ જનરલ કરીઆપ્પા જન્મેલા) જનરલ કરીઅપ્પાએ અમને કહેલું કે તે બચપણમાં ખાંડ નહીં પણ તેઓ મધ જ ખાતા. હું તમામ વાચકને આગ્રહ કરું છું કે સવારે ચા કે કોફી પીતા પહેલા પ્રથમ સવારના પીણા તરીકે લીંબુ, મધ, તુલસી અને આદુનો ઉકાળો પીવો. ખાંડની જગ્યાએ આ ઉકાળામાં મધ નાખવું. મારા વાચક મિત્રો મને ભક્તિભાવથી શુદ્ધ મધ મારા ઘરમાં ખૂટવા દેતા નથી. ફિલાડેલ્ફિયાના નકામા ડેન્ટીસ્ટોએ મારા દાંતને ખેંચા કાઢયા તેના પાપને હું શુદ્ધ મધ થકી સહન કરું છું. 1931માં લંડનમાં મારક ફ્લુ આવેલો ત્યારે એલોપથીના ડોક્ટરે લોકોને ફલુથી બચવા આદુ અનેતુલસીના ઉકાળા સાથે મધ ખાવાનો પ્રચાર કરેલો. તે સમયે ઈગ્લેંડમાં મધ અને લીંબુની એટલી બધી ખેંચ પડેલી કે લીંબુ અને મધ આયાત કરવા પડેલા! મધના અને મધમાખીના ગુણો લખવાથી પુસ્તક ભરાય. પણ આ લેખન ત્રીજા ભાગમાં મધમાખીનો એક સ્વભાવ આપણે અનુસરવા જેવો છે. મધમાખીઓ હંમેશાં સમુહ-ભાવનાથી અને સહકારથી કામ કરે છે અને મધપુડો તે મધમાખીની સહકારી ભાવનાનું પ્રતિક છે. અસ્તુ.

Post a comment

0 Comments