- વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન છે રિયલમી
- 6.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે મળશે
- ફોટોગ્રાફી માટે છે દમદાર કેમેરા સેટઅપ
વિશ્વભરમાં 5Gની માંગ અને તેના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણા 5G સ્માર્ટફોન લોન્ચ થયા છે. તેમાંથી મોટાભાગના હેન્ડસેટ ફ્લેગશિપ સ્માર્ટફોન હતા. 5G કનેક્ટિવિટીની સાથે ઘણી મિડ રેન્જ ફોન પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઘણા ફોનની કિંમત 200 ડોલરની આસપાસ છે. પરંતુ થોડા સમય પહેલા Realme એ 150 ડોલરથી ઓછી કિંમતની સાથે Realme V3 ફોન પણ લોન્ચ કર્યો હતો.
રિયલમી V3 વિશ્વનો સૌથી સસ્તો 5G છે. કાલે આ ફોન પ્રથમવાર સેલ માટે ઉપલબ્ધ થશે. ચીનમાં આ ફોનને 999 યુઆન એટલે કે આશરે 10,777 રૂપિયામાં ખરીદી શકાશે. આ કિંમત ફોનના 6GB + 64GB વર્ઝનની છે. 6 જીબી રેમ તથા 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વર્ઝનની કિંમત 1399 ચીની યુઆન (આશરે 15,.000 રૂપિયા) અને 8 જીબી રેમ તથા 128 સ્ટોરેજ વર્ઝનની કિંમત 1599 ચીની યુઆન (આશરે 17100 રૂપિયા) છે. ફોન બ્લૂ અને સિલ્વર કલરમાં આવે છે અને ચીનમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે.
રિયલમી વી3 એન્ડ્રોયડ 10 બેસ્ડ રિયલમી યૂઆઈ પર ચાલે છે. ફોનમાં 6.5 ઇંચ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સલ છે. તેમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 720 પ્રોસેસર અને 8 જીબી સુધી રેમ આવે છે. ફોનમાં 128 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે.
રિયલમી V3મા 13 મેગાપિક્સલ પ્રાઇમરી, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર વાળો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.