અમરેલીના બાબરા, કુકાવાવમાં તોફાની વરસાદ તૂટી પડ્યો છે, ટીવી અહેવાલ મુજબ બાબરાના કેટલાક બેટમાં ફેરવાયા છે. વરસાદના કારણે લોકોમાં આનંદની લાગણી દેખાઈ રહી છે, પણ નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ભરાઈ જવાના કારણે કાચા મકાનમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોરાષ્ટ્રના વરસાદની વાત કરીએ તો ભાવનગર અને તેના જેસર, જરકલા તોફાની પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. જૂનાગઢમાં ચૂંટણી ચાલી રહી છે, અને તોફાની વરસાદ થઈ રહ્યો છે છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો પલળીને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
આ તરફ રાજકોટના જેતપુર ધોરાજી, અને ગોંડલના ધરાડા, મોટી ખીલોરી અને સહિતના ગામડામાં ભારે વરસાદ થયો છે. વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ગીર-સોમનાથમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ બાદ લોકો બફારાનો સામનો કરી રહ્યા છે. જોકે, આગામી સમયમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની આહાગી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આજે પણ રાજ્યમાં ઠેક-ઠેકાણે આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો સુરતના અડાજણ, રાંદેર, મહુવા, માંડવી, કામરેજ, ઉમરા અને વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ સારો વરસાદ વરસ્યો છે.
22 અને 23 તારીખે રાજ્યના સુરત, તાપી, વલસાડ, નવસારી સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે અમદાવાદમાં પણ આગામી દિવસોમાં વરસાદ થઈ શકે છે. સારો વરસાદ થવાના કારણે ખેડૂતો આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
Tags
Gujarati News