સૌથી રસપ્રદ વાત એ છે કે આ ચૂંટણીમાં ગુરુ-ચેલા સામ સામે ચૂંટણી લડી રહ્યા છે. એક સમયે કુંવરજી બાવળિયા પાસેથી રાજકારણના પાઠ શીખેલા અવસર નાકિયા તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભા બાદ તેઓ બોટાદમાંથી કોંગ્રેસની ટિકિટ પરથી ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે, આ વખતે તેમની હાર થઈ હતી. હાર બાદ તેમના પર પરિવારવાદનો આક્ષેપ લાગ્યો હતો. જસદણ વિધાનસભા બેઠક પર તેમનો કાયમી દબદબો રહ્યો છે. તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ જમીન સાથે જોડાયેલા રહીને કામ કરે છે. સરળ સ્વભાવ અને સાદગી માટે તેઓ જાણીતા છે. બોટાદમાં હાર બાદ તેઓ 2017માં ફરીથી જસદણની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. જોકે, કોંગ્રેસની નેતાગીરી સામે તેમનો ગજગ્રાહ વધવાને કારણે તેમણે પંજો છોડીને કમળ પકડ્યું હતું.
લોકોની દુઃખની ઘડીમાં હંમેશા તેઓ દોડી આવતા હતા. ગ્રામ્ય સ્તરે લોકસંપર્કમાં તેઓ બાવળિયાથી પણ આગળ છે. પરંતુ પોતાના ગુરુ એવા બાવળિયાએ પક્ષ પલટો કરી લેતા તેઓ નિરાશ થયા હતા. કોળી સમાજના નેતા હોવાને કારણે કોંગ્રેસે ઉમેદવાર તરીકે તેમના નામ પર મહોર મારી. પોતાના ભાષણમાં માર્મિક કટાક્ષને કારણે તેઓ ખૂબ જ પ્રચલિત છે.
લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો : સમાચાર લાઈવ
Comments
Post a Comment