જાહેર સ્થળો પર ફક્ત 2 રૂપિયામાં મળશે Wi-Fi

ટ્રાઇએપબ્લિક વાઇ-ફાઇ ગ્રિડના એક મહત્વાકાંક્ષી મૉડલની ભલામણ કરી જેનું લક્ષ્ય દેશણાં બ્રૉડબેન્ડના પ્રસારને વધારવાનો છે. દૂરસંચાર નિયામકે વાઇ-ફાઇ સેવા આપવા માટે નાની કંપનીઓના એક નવા સેટને સ્થાપિત કરવાની જરૂરિયાતને રેખાંકિત કર્યુ છે. આ રજૂઆતનો હેતુ વિશેષરૂપે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટની પહોંચ પૂરી પાડવાનો છે.

ટ્રાઇએ જણાવ્યું કે ઇન્ટરનેટ પેક્સને ‘નાના પાઉચ સાઇઝ’ની શરૂઆતની કિંમતમાં ઉપલબ્ધ કરાવવા જોઇએ. તેની કિંમત 2 રૂપિયા સુધી હોઇ શકે છે. ભારતીય દૂર સંચાર નિયામક ઓથોરિટી ટ્રાઇએ જે ગ્રિડનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં અનેક કંપનીઓના જ એક પ્લેટફોર્મ પર સાથે આવીને એક્સેસ, સર્વિસ અને પેમેન્ટ જેવા પાસાઓનું સમાધાન કરવાનું છે.
ટ્રાઇના ચેરમેન આર એસ શર્માએ જણાવ્યું કે દેશમાં બ્રોડ બેન્ડની પહોંચ ડિજિટલ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ સ્તંભ છે. ડિવાઇસનો ઓછા ખર્ચ અને નિશુલ્ક સ્પેક્રમને જોતા વાઇ-ફાઇ સસ્તો વિકલ્પ છે. ટ્રાઇએ અગાઉના PDOsને ધ્યાનમાં લેતા PDOs પબ્લિક ડેટા ઓફિસ પ્રોવાઇડરનો પ્રસ્તાવ મૂક્યો છે જે પૈસા લઇને ફ્રી વાઇ-ફાઇ હોટસ્પોટ ઉપલબ્ધ કરાવે.
તે PDOs કોઇ કંપની અથવા નાના બિઝનેસમેન પણ હોઇ શકે છે. ટ્રાઇના પ્રમુખે પબ્લિક વાઇ-ફાઇ ઓપન પાયલટ પ્રોજેક્ટ પર પોતાનો રિપોર્ટ દૂર સંચાર મંત્રી મનોજ સિન્હા સામે રજૂ કર્યો. તેમાં ટ્રાઇએ આ દિશઆમાં પોતાના પરીક્ષણના પહેલા ચરણની સફળતાને રેખાંકિત કર્યુ છે. નિયામકે  આ દિશામાં આગળ પગલાં લેવાના સૂચનો આપ્યાં છે.

Post a comment

0 Comments