પોતાના નાણાંકીય વ્યવહારો, ઑનલાઈન પેમેન્ટ માટે એક ડેડિકેટેડ ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરો. જેનાથી તમારા આ વ્યવહારો વધુ સુરક્ષિત રહેશે. ફિશિંગ મેલ્સ અને સ્પેમના માધ્યમથી તમારા ઈ-મેલની હેકિંગ થાય નહીં અને તમારું બેંક ખાતુ સુરક્ષિત રહે.
પબ્લિક વાઈ-ફાઈ/કોમ્પ્યુટરનો ઉપયોગ ટાળો: ક્યારેય પણ પબ્લિક વાઈ-ફાઈ પરથી પોતાનો નાણાંકીય વ્યવહાર કરવો જોઇએ નહીં. કારણકે હેકરો સહેલાઈથી પબ્લિક વાઈ-ફાઈ નેટવર્કને હેક કરી શકે છે અને તમારી લૉગિન-પાસવર્ડની માહિતી ચોરી શકે છે. જો તમારે બહાર નાણાંકીય વ્યવહાર કરવા જ હોય તો પોતાના ફોનના મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરો.
કડક પાસવર્ડ રાખો: કડક પાસવર્ડ રાખવો જરૂરી છે. પાસવર્ડ અંક, અક્ષર અને સિમ્બોલને ભેગો કરતાં ઓછામાં ઓછા 8 શબ્દોનો પાસવર્ડ હોવો જોઇએ. જન્મ દિવસ, કાર-બાઈકના રજીસ્ટ્રેશન નંબર, મકાન નંબર, મોબાઈલ નંબર વગેરેના પાસવર્ડ બનાવવા નહીં. દર મહિને પાસવર્ડ બદલવાનું રાખો.
વેબસાઈટનું એડ્રેસ ચેક કરો: ઑનલાઈન ટ્રાન્જેક્શન કરતી વખતે સાઇટ સુરક્ષિત ન હોવાનો સંકેત પણ જોઇલો. જેવો બ્રાઉઝર સ્ટેટસ બાર પર લૉક આઈકૉન અથવા ‘https’ યુઆરએલ, જ્યાં એસ સુરક્ષિત રહેવાની ઓળખ છે.
ડેટા પોતાની પાસે રાખો: કોઈ પણ પેમેન્ટ સાઇટ અને વેબ બ્રાઉઝર પર પોતાની બેંક ડિટેઈલ્સ અને અંગત ડિટેઇલ્સ સેવ ન કરો. જ્યારે પણ કામ ખત્મ કરો ત્યારે હંમેશા લૉગ આઉટ કરવાનું રાખો. માહિતીને હંમેશા ટાઇપ કરવાનું રાખો, કોપી પેસ્ટ કરવુ જોઈએ નહીં.
હંમેશા પ્રતિષ્ઠિત વેપારી પાસેથી સામાન ખરીદો: ઑનલાઈન સામાન ખરીદતા પહેલા હંમેશા તપાસ કરો કે તમારો વેપારી પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર છે. કેટલાંક નાના વેપારીઓની વેબસાઈટ્સ ઑનલાઇન પેમેન્ટ પાસેથી થનારી ડેટાની સુરક્ષા કરી શકશે નહીં. જો તમને વેપારી પર વિશ્વાસ ન હોય તો તમે ઑનલાઈન પેમેન્ટ કરો નહીં અને રોકડેથી ખરીદી કરો.
વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ કરો: ઑનલાઈન શોપિંગના પૈસા ચૂકવવા માટે પોતાના કોમ્પ્યુટરના કીબોર્ડના બદલે હાજર વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ કરો. તે વધારે સુરક્ષિત છે.
Tags
Gujarati News