સ્માર્ટફોનની ચાર્જિંગ ટેકનિકને વધુ સારી બનાવવા માટે એક એવું લેઝર એમિટર વિકસિત કરવામાં આવ્યું છે જે સુરક્ષિત રીતે અને ઝડપથી 14 ફૂટના અંતરેથી જ સ્માર્ટફોન ચાર્જ કરશે. આ ઉપરાંત આ ટેકનિક હાલની ચાર્જિગં ટેકનીક કરતા ઝડપથી કામ કરશે અને ખૂબ જ છા સમયની અંદર સ્માર્ટફોન ચાર્જ થઇ જશે. આ ટેનિકને યૂનિવર્સિટી ઑફ વોશિંગટનના અન્જિનિયરોએ વિકસિત કરી છે. તેને તૈયાર કરનાર રિસર્ચર્સની ટીમનું માનવું છે કે આ નવી ટેનીક આવનારા સમયમાં એક જ વારમાં અનેક ડિવાઇસીસ જેવાકે કેમેરા, સ્માર્ટફોન અને કોમ્પ્યુટરને પણ ચાર્જ કરવાનું કામ કરશે.
આ નવી લેઝર ટેકનીકથી 2W પાવર ડિલિવર થાય છે અને તેનાથી 15 સ્કવેર ઇંચના વિસ્તારમાં ડિવાઇસને ચાર્જ કરી શકાય છે. એન્જિનિયરોનું કહેવું છે કે આ ટેકનીકને સફળતાપૂર્વક ટેસ્ટ કર્યા બાદ તેને હજુ મદદરૂપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં આ ટેકનિક દ્વારા 100 સ્ક્વેર સેન્ટીમીટર વિસ્તારમાં 40 ફૂટના અંતર સુધીના ડિવાઇસને ચાર્જ કરી શકાશે.
આ નવી ટેકનિકનો ઉપયોગ કરવા માટે તેની નિર્માતા ટીમે સ્માર્ટફોનના બેક પર એક પાતળો પાવર સેલ લગાવ્યો છે. જે લેઝર માંથી આવી રહેલા પાવર દ્વારા સ્માર્ટફોનને ચાર્જ કરવાનું કામ કરે છે.
Source by : GSTV
Tags
Mobile Technology