કાનપુરમાંથી 96 કરોડ રૂપિયાની પાંચસો અને હજાર રૂપિયાની નોટો યુપી પોલીસે ઝડપી

દેશમાં નોટબંધી લાગુ થવાના 14 માસ બાદ પણ જૂની ચલણી નોટો જપ્ત થવાની કાર્યવાહીનો ઘટનાક્રમ ચાલુ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને યુપી પોલીસે કાનપુરમાંથી 96 કરોડ રૂપિયાની ચલણ બહાર થઈ ચુકેલી પાંચસો અને હજાર રૂપિયાની કરન્સી જપ્ત કરી છે.

આ મામલામાં 16 વ્યક્તિઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કાનપુરના એસએસપી એ. કે. મીણાએ જણાવ્યુ છે કે તેમને એક બંધ મકાનમાં કરોડો રૂપિયાની બંધ થઈ ચુકેલી કરન્સી સંદર્ભે જાણકારી મળી હતી. ત્યારબાદ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રિઝર્વ બેંક અને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓને આના સંદર્ભે જાણકારી આપવામાં આવી હતી. આ કરન્સી કેટલા કરોડની છે.. તેનો હજી આખરી અહેવાલ સામે આવ્યો નથી. પરંતુ શોધખોળ અને તપાસ ચાલુ છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ મામલામાં સરકારી અધિકારીઓ સામેલ હોવાની દિશામાં પણ તપાસ થઈ રહી છે. એક અન્ય પોલીસ અધિકારીનું કહેવું છે કે આ દરોડાની કાર્યવાહી કાનપુરના સીસામઉ વિસ્તારમાં કરવામાં આવી છે અને સ્વરૂપનગર પોકેટની એક હોટલમાંથી કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

Post a comment

0 Comments