ટેલિકોમ ઓપરેટર કંપની રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે કેશબેક ઓફર લઇને આવ્યું છે. આ ઓફર 31 જાન્યુઆરી સુધી માન્ય રહેશે. આ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સે ઓનલાઇન રિચાર્જ કરાવવાનું રહેશે. યુઝર્સ જિયો એપ પરથી રૂ.398 અથવા તેનાથી વધુનું રિચાર્જ કરાવશે તો તેમના વોલેટમાં 300 રૂપિયા આવશે.
આ ઉપરાંત જો તમે જિયોનું રિચાર્જ એમેઝોન પરથી કરાવશો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમ દ્વારા જિયોનું રૂ.398 અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવતી વખતે નવા સહિત તમામ યુઝર્સને JIOGIFT કોડ નાંખશો તો 300 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમ દ્વારા રૂ.398 અથવા તેનાથી વધારેનું રિચાર્જ કરાવવા પર નવા યુઝર્સ NEWJIO કોડ નાંખશો તો તેમને 50 રૂપિયાનું કેશબેક મળશો. આ ઉપરાંત PAYTMJIO કોડ નાંખશો તો તેમને 30 રૂપિયાનું કેશબેક મળશે.
સાથે જ એક્સિસ પે દ્વારા રિચાર્જ કરવા પર જિયોના નવા યુઝર્સને 100 રૂપિયાનું કેશબેક મળશે. જો તમે જિયાના જૂના યુઝર હોય તો તમને 30 રૂપિયાનું કેશબેક આપવામં આવશે. ફોન પે દ્વારા રિચાર્જ કરવા પર જિયોના નવા યુઝર્સને 100 રૂપિયાનું કેશબેક મળશે અને જૂના યુઝર્સને 30 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે.
Tags
Gujarati News