ઓમ પુરીનું 66 વર્ષની ઉંમરે અવસાન, ડ્રાઇવર ઘરે પહોંચ્યો ત્યારે મૃત મળ્યા


કોલસા વીણી ચલાવતા ગુજરાન
ઓમ પુરીનો જન્મ 18 ઓક્ટોબર, 1950માં હરિયાણાના અંબાલામાં થયો હતો. બાળપણમાં ઓમપુરીનાં ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ કથળેલી હોવાથી તેઓ કોલસા વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.


7 વર્ષની ઉંમરે હોટલમાં કરતા કામ
માત્ર આટલુ જ નહી પરિવારની જરૂરીયાતોને પહોંચી વળવા માટે તેણે 7 વર્ષની ઉંમરે એક હોટલમાં પણ કામ કર્યુ હતું, પરંતુ થોડા જ દિવસોમાં હોટલનાં માલિકે તેમના પર ચોરીનો આરોપ મૂકીને તેમને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.


નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાં ભણ્યા એક્ટિંગના પાઠ
તેમણે ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા’માંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ દિલ્હીના ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ (NSD)માંથી એક્ટિંગનો કોર્સ કર્યો. અહીં જ તેમની મુલાકાત નસીરૂદ્દીન શાહ જેવા કલાકાર સાથે થઇ હતી.

1981માં આવેલી ‘આક્રોશ’થી મળી હતી ઓળખ
ઓમ પુરીએ પોતાના ફિલ્મી સફરની શરૂઆત મરાઠી નાટક પર આધારિત ફિલ્મ ‘ઘાસીરામ કોતવાલ’થી કરી હતી. પરંતુ તેમના કામની અસલી ઓળખ 1981માં આવેલી ફિલ્મ ‘આક્રોશ’થી મળી હતી.
નેશનલ એવોર્ડથી લઈ પદ્મશ્રી સુધીના સન્માનો

ઓમ પુરીને વર્ષ1981માં 'આક્રોશ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે 'આરોહણ' અને 'અર્ધસત્ય' માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમજ 'અર્ધસત્ય' માટે કાર્લોવરી વારી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે 1990માં તેમને પદ્મશ્રી સન્માન મળ્યું હતું.