Updates

6/recent/ticker-posts

Header Ads Widget

અમદાવાદઃમોટેરા સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે એલ એન્ડ ટી કંપનીને કામ સોંપાયું છે, ત્યારે આજે પરિમલ નથવાણી, જય શાહ અને પાર્થિવ પટેલના હસ્તે ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. જ્યારે GCAના સેક્રેટરી રાજેશ પટેલ અને ટ્રેઝરર ધીરજ જોગાણીએ રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન કક્ષાનું સ્ટેડિયમ બનાવાશે. કરોડોના ખર્ચે શરૂ થનાર આ પ્રોજેક્ટ આગામી 2019 સુધી પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
PMનું સપનું થશે સાકાર
મોટેરા સ્ટેડિયમથી જાણીતા સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમની કાયાપલટ માટે એલ એન્ડ ટી કંપનીને કામ સોંપાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત ક્રિકેટ એસોસિએશના ઉપપ્રમુખ પરિમલ નથવાણી દ્વારા આજે આ કામ માટેનો લેટર ઓફ એક્સેપ્ટન્સ L&T કંપનીને  સોંપ્યો હતો. હાલ જુના સ્ટેડિયમને સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરીને સપાટ મેદાન કરી દેવાયું છે. હવે કંપની દ્વારા નવી ડિઝાઈન અને નવા કનસેપ્ટ સાથે નવું સ્ટેડિયમ આંરરાષ્ટ્રીય કક્ષાનું અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની હરોળનું બનાવશે. નવાં રંગ-રૂપ અને કલેવર સાથે મોટેરા સ્ટેડિયમની વર્ષ 2019 સુધીમાં નવી ઇનિંગ શરૂ થવાની શક્યતા જોવાઈ રહી છે. 

આધુનિક સુવિદ્યાઓ હશે    
જીસીએ દ્વારા સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે તેમજ ખેલાડીઓ માટેની તમામ જરૂરી સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવું સ્ટેડિયમ તૈયાર કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સુવિધાઓની સાથેસાથે લેટેસ્ટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્રિકેટને વિદ્યાર્થીઓમાં પ્રમોટ કરવા માટે મેચ દરમિયાન શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા ઊભી કરશે. નવા મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટના મેદાન ઉપરાંત ટૅનિસ કોર્ટ સહિત ઈન્ડોર ગેમ માટેના નાના સ્ટેડિયમો પણ તૈયાર કરાશે.  


અનેક વર્લ્ડ રેકોર્ડનું સાક્ષી મેદાન સ્થાપશે વિશ્વવિક્રમ

ભારતીય ક્રિકેટના સીમાચિહ્ન ખેલાડીઓ કપિલ દેવ, સુનિલ ગવાસ્કર અને સચીન તેંડુલકરના અનેક વર્લ્ડ રેકોર્ડનું સાક્ષી બનેલું અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ હવે ખુદ વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યું છે. ઑસ્ટ્રેલિયાના વિશ્વપ્રસિદ્ધ મૅલબોર્ન સ્ટેડિયમ કરતાં પણ વધુ એટલે કે 1 લાખ 10 હજાર દર્શકો એકસાથે ક્રિકેટરોની ફટકાબાજી નિહાળી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે મોટેરા સ્ટેડિયમને વિશ્વનું બીજું 'મૅલબોર્ન' બનાવવા માટે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન (જીસીએ)એ આયોજન હાથ ધર્યું છે. મોટેરા સ્ટેડિયમને વર્લ્ડક્લાસ બનાવવા માટે જીસીએએ રિ-ડેવલોપ પ્રોજેક્ટ મૂક્યો  છે. આ પ્રોજેક્ટ મુજબ મોટેરા સ્ટેડિયમને 63 એકરમાં ડેવલપ કરી વિશ્વનું સૌથી વધુ સીટિંગ કૅપેસિટી ધરાવતું સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

1983માં પહેલી ટેસ્ટ મૅચ યોજાઈ હતી મોટેરામાં

1982માં મોટેરા સ્ટેડિયમની કામગીરી શરૂ કરી 9 મહિનાના ટૂંકા ગાળામાં સ્ટેડિયમ તૈયાર કરી દેવામાં આવ્યું હતું અને 1983માં પહેલી ટેસ્ટ મૅચ યોજાઈ હતી. 2006માં સ્ટેડિયમનું સમારકામ કરી ફ્લડ લાઇટ્સ નાખવામાં આવી હતી. સાથેસાથે નોર્થ અને ઇસ્ટ પેવેલિયન બનાવી 54 હજારની સીટિંગ કૅપેસિટી કરવામાં આવી હતી. ફ્લડ લાઇટ્સ નખાયા બાદ ડે-નાઇટ મૅચનું આયોજન શક્ય બન્યું હતું. મોટેરામાં અત્યાર સુધીમાં તમામ ફોર્મેટની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. વન-ડે, ટેસ્ટ તેમજ 20-20 મેચોના આયોજન સાથે 1987, 1996 અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપની ચ રમાઈ હતી. આ ઉપરાંત આઇપીએલની 20-20 મેચનું પણ આયોજન કરાયું હતું. 
મોટેરા સ્ટેડિયમમાં બનેલા રેકોર્ડ

- 2011 વર્લ્ડ કપની  ઓસ્ટ્રેલિયા સામેની મૅચમાં તેંડુલકરે સૌથી વધુ 18000 રન બનાવવાનો રેકર્ડ કર્યો હતો.
- કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં તેમની 432મી વિકેટ આ મેદાન પરથી લઈ સર રિચર્ડ હેડલીનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ મેળવવાનો વર્લ્ડ રેકર્ડ તોડ્યો હતો.
- 1987 સુનિલ ગવાસ્કરે આ જ મેદાન ઉપર યોજાયેલી ટેસ્ટ મૅચમાં પહેલી હાફ સેન્ચુરી મારી હતી.
- 1985 ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા વન-ડે સીરીઝ હોસ્ટ કરવામાં આવી, ઓસ્ટ્રેલિયા વિજેતા
- 1983 આ મેદાન પર પહેલી ટેસ્ટ મેચ ભારત-વેસ્ટઇંડિઝ વચ્ચે રમાઈ હતી.
હાલમાં મૅલબોર્ન સ્ટેડિયમમાં સૌથી વધુ  પ્રેક્ષકો બેસી શકે છે

- મૅલર્બોન સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયા/1853:100024 સીટિંગ કેપેસિટી
- એ એન ઝેડ ઑસ્ટ્રેલિયા/1999: 83500 સીટિંગ કેપેસિટી
- ઇડનગાર્ડન કોલકાતા/1864: 80000 સીટિંગ કેપેસિટી
- જવાહરલાલ નહેરુ કલુર, કોચી/1996: 65000 સીટિંગ કેપેસિટી

આવું છે મૅલબોર્ન સ્ટેડિયમ

-173.6 મીટર લંબાઈ
-148.3 મીટર પહોળાઈ
-બે ઇલેક્ટ્રિક વીડિયો સ્ક્રિન
-સીસીટીવી કૅમેરા
-પેરન્ટ રૂમ
-ફૂડ આઉટલેટ