છતો પર લટકાતી ડીટીએસ ડિશિઝ અને તેમાંથી આવતું મનોરંજન આગામી સમયમાં ઈતિહાસ બની જશે. ઈસરો એવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે કે, જેનાથી યુઝરને 70-80 Gbit/s (હા, ગીગાબાઈટ્સ પર સેકન્ડ)ની સ્પીડ મળશે.
શું છે ઈસરોની યોજના?
- ઈસરોની પાંખ SAC (સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર) નવા હાઈ થ્રૂ-પૂટ સેટેલાઈટ્સ (HTS)ની નવી રેન્જ લોન્ચ કરવા માગે છે.
- જેની મદદથી છતો પર દેખાડી ડીટીએચ (ડાયરેક્ટ-ટુ-હોમ) ડિશિઝ અદ્રશ્ય થઈ જશે.
- ટીવી સાથે એક ડોન્ગલ જેવું ઈન્સટ્રુમેન્ટ જોડવાનું રહેશે અને તમે મનોરંજનના તમામ કાર્યક્રમો જોઈ શકશો.
- એટલું જ નહીં કોઈપણ જાતની અડચણ કે બફરિંગ વગર ઘર કે ઓફિસમાં મોબાઈલ પર પણ એ કાર્યક્રમો જોઈ શકાશે.
70-80 Gbit/sની સ્પીડે ડેટાનું આદાન-પ્રદાન
- વર્ષ 2018માં ઈસરો HTS લોન્ચ કરશે.
- જેની મદદથી 70-80 જીબીપીએસની સ્પીડથી ડેટાની આપ-લે કરશે
- ઈનસ્ટોલ કરવામાં આવેલા ટાવર્સ તેને રિસિવ કરીને નાના-નાના ડેટા પેકેટ્સમાં આપ-લે કરશે.
- આમ તે શહેરના કોમન વાઈ-ફાઈ જેવી ભૂમિકા ભજવશે.
- SACના કહેવા પ્રમાણે, આની સાથે જ ઈન્ટરનેટ એક્સેસના નવા યુગની શરૂઆત થશે.
Tags
Gujarati News