ઇન્દોર: ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે જીતવા આપેલા 474 રનના પડકારનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે 9 વિકેટે 138 રન બનાવી લીધા છે. ભારત તરફથી અશ્વિને 6 જ્યારે જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.અશ્વિને સીરિઝમાં 26 વિકેટ પૂર્ણ કરી હતી. ચેતેશ્વર પૂજારાએ બીજી ઇનિંગમાં સદી ફટકારતાની સાથે જ વિરાટ કોહલીએ 3 વિકેટે 216 રને દાવ ડિકલેર કર્યો હતો.ચેતેશ્વર પૂજારા 101 અને અજિંક્ય રહાણે 23 રને અણનમ રહ્યાં હતા.આ પહેલા ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 299 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. ભારતે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટે 557 રન બનાવ્યા હતા.
અશ્વિન-જાડેજાનો તરખાટ
- આર.અશ્વિને બીજી ઇનિંગમાં પણ તરખાટ મચાવતા 6 વિકેટ ઝડપી હતી.
- અશ્વિને કેન વિલિયમ્સન અને રોસ ટેલરને આઉટ કર્યા હતા.
- ટેલર 32 રન જ્યારે કેન વિલિયમ્સન 27 રને આઉટ થયો હતો.
- રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી.
ભારતની આ રીતે પડી વિકેટ
- ભારતને પ્રથમ ફટકો મુરલી વિજયના રૂપમાં લાગ્યો હતો. વિજય 19 રને રન આઉટ થયો હતો.
- ત્યારબાદ ગંભીરે ઇન્જર્ડ થયા પછી વાપસી કરતા અડધી સદી ફટકારી હતી.
- ગંભીર 50 રને જીતન પટેલની ઓવરમાં ગુપ્ટિલને કેચ આપી બેઠો હતો.
- ત્યારબાદ પ્રથમ ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર વિરાટ કોહલી 17 રને એલબી આઉટ થયો હતો.
આર.અશ્વિનનો તરખાટ
- ભારત તરફથી આર.અશ્વિને તરખાટ મચાવતા 6 વિકેટ ઝડપી હતી.
- ન્યૂઝીલેન્ડની એક સમયે 118 રને પ્રથમ વિકેટ પડી હતી ત્યારબાદ માત્ર 30 રનમાં જ 5 વિકેટ ગુમાવી હતી.
- ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં 299 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
-ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ 72 અને નીશમે 71 રનની ઇનિંગ રમી હતી.
Tags
Cricket Jagat