મુંબઈઃ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનનો આજે 74મો જન્મ-દિવસ છે. મુંબઈમાં અમિતાભ બચ્ચનના ચાર બંગલા છે. બિગ બીએ અમદાવાદ ખાતે પણ એક આલિશન બંગલો ખરીદ્યો છે.
બિગ બીનું ઘર જ્યાં છે, તે છે ગોલ્ફ ગ્રાઉન્ડનું હિલ સ્ટેશનઃ
જે સ્થળે અમિતાભનો બંગલો છે, એ મોકાની જગ્યા છે અને બિગ બીએ જ એ સ્થળને પસંદ કર્યું હતું, જેથી ચારેય બાજુથી ગોલ્ફકોર્સને જોઇ શકાય. અમિતાભ બચ્ચનનો બંગલો જે જગ્યાએ છે, તેને ગોલ્ફ ગ્રાઉન્ડનું હિલ સ્ટેશન કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચન જ્યારે પણ ગુજરાતમાં આવશે ત્યારે આ બંગલામાં જ રહેશે તેમ કહેવાય છે.
આ સેલેબ્સ છે બિગ બીના પાડોશીઃ
જી હાં, ગુજરાતના મેગા સિટી અમદાવાદ ખાતે અમિતાભ બચ્ચનનો બંગલો આવેલો છે, જેની વૈભવતા જોવાલાયક છે અને તેમના પાડોશી તરીકે સચિન તેંડુલકર, જીવ મિલ્ખાસિંઘ તેમજ પાર્થિવ પટેલ પણ છે અને હરભજન સિંહે પણ બિગ બીના બંગલા નજીક જ પોતાનો બંગલો ખરીદ્યો છે.
વાસ્તુ પૂજન વખતે આવશે પૂરો પરિવારઃ
અમિતાભ બચ્ચનનો જે જગ્યા પર બંગલો બની રહ્યો છે તે જગ્યાએથી આખું ગોલ્ફનું ગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે માટે બિગ બીએ આ જગ્યા પસંદ કરી હતી. પ્લોટ ખરીદવા માટે બિગ બી એકલા જ આવ્યા હતાં, જ્યારે ઘરનું વાસ્તુપૂજન કરવાનું હશે ત્યારે અમિતાભ બચ્ચન આખા પરિવાર સાથે આવશે. બચ્ચનનો બંગલો તૈયાર થઈ રહ્યો છે. પ્રથમવાર બિગ બી પ્લોટ ખરીદવા માટે આવ્યા ત્યારે ગોલ્ફ પણ રમ્યા હતાં.
Tags
Gujarati News