૧૧ આંકડાનો થશે તમારો Mobile Number !


દેશમાં આગામી દિવસોમાં તમારો Mobile Number ૧૦ આંકડાને બદલે ૧૧ આંકડાનો થશે. ઝડપથી વધી રહેલા મોબાઈલ કસ્ટમર બેઝને દયાનમાં રાખીને હવે ૧૦ આંકડાની સીરીઝ પૂર્ણ થવાની તૈયારી છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેના બદલે હવે ૧૧ આંકડાનો મોબાઈલ નંબર મળશે.

દેશભરમાં મોબાઈલ ગ્રાહકોની વધતી સંખ્યા મોબાઈલ નંબરની નવી સીરીઝ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. જેના લીધે આગામી દિવસમાં ૧૦ આંકડાના મોબાઈલ નંબરના બદલે ૧૧ આંકડાનો મોબાઈલ નંબર આપવામાં આવશે. આ અંગે ડીઓટી દુરસંચાર વિભાગે નવી સીરીઝ શરુ કરવા માટે વિચારણા હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૧૨૫ કરોડની વસ્તીવાળા દેશમાં મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા ૯૮ કરોડ છે અને ૩૦ કરોડ ઇન્ટરનેટ કનેક્શન છે.
તેમજ આ વર્ષે મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા ૧૦૦ કરોડને પાર થવાનો અંદાજ છે અને ઇન્ટરનેટ કનેક્શનની સંખ્યા બે વર્ષમાં ૫૦ કરોડને આંબી જાય તેવી શક્યતા છે.