1. હવે મળશે રિલાયંસ જિયો સિમની હોમ ડિલીવરી
Reliance Jio 4G સિમ લેવા માટે હવે તમને લાંબી કતારમાં ઉભા રહેવાની જરૂર નહી પડે. જાણકારી મળી છે કે, રિલાયંસ જિયો જલ્દી જ યૂઝર્સને સિમ આપવા માટે વેબસાઈટ શરુ કરવા જઈ રહી છે. આ વેબસાઈટ પરથી રિલાયંસ જિયો સિમ બુકિંગ કરી શકાશે. ત્યાર બાદ ખુદ કંપની Jio4G સિમ ગ્રાહકોનાં ઘરે મોકલશે. જો કે, કંપની તરફથી આ વિશે હાલમાં કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ સુત્રો અનુસાર યૂઝર્સ જલ્દી જ આ સેવાનો લાભ ઉઠાવી શકાશે.
2. હવે મળશે રિલાયંસ જિયો સિમની હોમ ડિલીવરી
5 થી ૭ દિવસમાં ઘરે આવી જશે સિમ
ટેલિકોમ ટોકની રિપોર્ટ અનુસાર ઓનલાઈન રિલાયંસ જિયો દ્વરા સિમ બુકિંગ કરવા માટે જલ્દી જ વેબસાઈટ શરુ કરવામાં આવી શકે છે.
અહીંથી યૂઝર્સ માટે રિલાયંસ જિયો સિમનું સેલ કરવામાં આવશે.
3. હવે મળશે રિલાયંસ જિયો સિમની હોમ ડિલીવરી
તેનો મતલબ હવે યૂઝર્સને આ 4G સિમ લેવા માટે માર્કેટમાં નહી જવું પડે, સાથે જ કતારમાં ઉભા રહેવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. રિપોર્ટ અનુસાર જેવો જ તમે આ રિલાયંસ જિયો સિમ વેબસાઈટ પર બુકિંગ કરાવશે તેમના 5 થી ૭ દિવસની અંદર તમારા જણાવેલાં એડ્રેસ પર મોકલવામાં આવશે.
4. હવે મળશે રિલાયંસ જિયો સિમની હોમ ડિલીવરી
મળશે રિલાયંસ જિયો વેલકમ ઓફર
રિલાયંસ જિયો 4G સિમ એટલાં માટે બહુજ પોપ્યુલર છે કારણ કે, કંપની ૩૧ ડિસેમ્બર સુધી બધા જ પ્રકારની સર્વિસીસ ફ્રી આપી રહી છે. રિલાયંસ જિયો વેલકમ ઓફર હેઠળ યૂઝર્સ અનલિમિટેડ વોઈસ કોલ, વિડીયો કોલ, એસએમએસ તથા ઈન્ટરનેટનો ફ્રી ઉપયોગ કરી શકે છે. ત્યાર બાદ યૂઝર્સે માત્ર ડેટાનાં પૈસા આપવા પડશે. જિયો સિમ પર વોઈસ કોલ લાઈફટાઈમ ફ્રી રહેશે.
Tags
Mobile Technology