Header Ads

 • Breaking News

  કેવી રીતે કરાશે પ્રમુખસ્વામીની અંતિમવિધિ? કોણ આપશે બાપાના પાર્થિવ દેહને મુખાગ્નિ?


  અમદાવાદ: 13 ઓગસ્ટ(શનિવાર) બાપ્સના વડા પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુર ખાતે બહ્મલીન થયા હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા બાદ સમગ્ર દુનિયામાં રહેતા તેમના ભક્તોમાં શોકની લાગણી ફરી વળી છે. 17 ઓગસ્ટ સુધી હરિભક્તોના દર્શન માટે સાળંગપુરમાં રાખવામાં આવેલા બાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શને લાખો ભક્તો ઉમટી રહ્યાં છે. વડાપ્રધાન મોદી સહિતના નેતા તેમજ અનેક સંતો-મહંતોએ પણ બાપાના અંતિમ દર્શન કર્યાં છે.

  17મી ઓગસ્ટ ત્રણ વાગ્યે બાપાની અંતિમવિધિ હોવાથી બપોર બાદ દર્શન બંધ કરવા માટે મંદિર દ્વારા નિર્ણય લેવાયો છે. દેશ-દુનિયામાં ધર્મનો પ્રચાર કરનાર બાપાની અંતિમવિધિ કેવી રીતે કરવામાં આવશે? તેવો પ્રશ્ન પણ હરિભક્તો સહિતના લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. બાપાના પાર્થિવ દેહનો જે જગ્યા પર અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે, તે જગ્યાએ સંસ્થા દ્વારા વિવિધ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દિવ્યભાસ્કર ડોટ કોમ વાંચકો માટે આ અંગે થોડી માહિતી આપવા જઈ રહ્યું છે.

  કેવી રીતે કરાશે અંતિમવિધિ?

  - સાળંગપુર મંદિર પરિસરમાં મુકવામાં આવેલી શાસ્ત્રીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજના નશ્વર દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવશે.
  - ‘ગુરુજી અને સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીમાં મને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવે’ તેવી ઈચ્છા પ્રમુખ સ્વામી મહારાજે હયાતીમાં વ્યક્ત કરી હતી.
  - બાપાની આ ઈચ્છાને કારણે, 17 ઓગસ્ટ(બુધવારે) સાળંગપુર સ્થિત મંદિર પરિસરમાં શાસ્ત્રીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમાની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજના નશ્વરદેહના અંતિમ સંસ્કાર કરાશે.
  - પ્રમુખસ્વામીની જ્યાં અંતિમવિધિ કરવામાં આવમાં આવશે, તે જગ્યા એક ગોળાકારમાં છે. આ જગ્યા મંદિરની બિલકુલ સામેની બાજુએ આવેલી છે.
  - શોસ્ત્રોક વિધિ પ્રમાણે પ્રમુખસ્વામીની અંતિમવિધિ કરવામાં આવશે, હિન્દુ પરંપરા પ્રમાણે સંપૂર્ણ વિધિ થશે.
  - સૌથી પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે, ત્યારબાદ પૂજા કરવામાં આવશે.
  - પ્રમુખસ્વામીના પાર્થિવ દેહની પંચામૃત સ્નાન વિધિ કરવામાં આવશે, આ માટે દૂધ, દહીં, ઘી, મધ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે.
  - ત્યાર બાદ ફરી શુદ્ઘ પાણીથી સ્નાન કરાવી એક કપડુ પહેરાવવામાં આવશે.
  - આ દરમ્યાન દરેક સંતો સ્નાન કરાવશે અથવા મુખ્ય સંત આ વિધિ કરશે અને અન્ય સંતો ચરણસ્પર્શ કરીને દર્શન કરશે.
  - બાદમાં બાપાને ગંગા જળ પીવડાવવામાં આવશે.
  - આરતી ઉતારવામાં આવશે, ભક્તો દ્વારા પ્રદક્ષિણા કર્યા બાદ અગ્નિદાહ આપવામાં આવશે
  - ચંદનના લાકડા અને ઘીનો ઉપયોગ કરીને તેમને અગ્નિદાહ આપવામાં આવનારો છે
  - બાપાના નશ્વર દેહને બીએપીએસના નવા વડા મહંત સ્વામી અને ડોક્ટર સ્વામી જેવા સંસ્થાના પ્રમુખ સંતો દ્વારા મુખાગ્નિ આપવામાં આવશે.
  Know more  No comments

  Post Top Ad

  Post Bottom Ad