Updates

6/recent/ticker-posts

Header Ads Widget

પ્રમુખસ્વામી મહારાજ 95 વર્ષની વયે બ્રહ્મલીન થયા,સાળંગપુર ખાતે લીધા અંતિમશ્વાસ

બોટાદઃપ્રમુખસ્વામી મહારાજ 95 વર્ષની વયે આજે મોડીસાંજે બ્રહ્મલીન થયા છે.છેલ્લા 1300 દિવસથી સાળંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ હતા. છેલ્લા એક વર્ષથી પ્રમુખસ્વામીની સારવાર ચાલી રહી હતી.પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થતા ભક્તોમાં ઘેરો શોકની લાગણી પ્રસરી છે.સાળંગપુર ખાતે સાંજે 6 કલાકે અંતિમશ્વાસ શ્વાસ લીધા છે.લાખ્ખો અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી છે.


ભગવાન સ્વામીનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર હતા. પ્રમુખ સ્વામી મહારાજ. 10 જાન્યુઆરી 1940માં ગોડલમાં ભકવત  દિક્ષા લીધી હતી. 1950માં પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્તી થઇ હતી.પુર્વાશ્રયનું નામ શાંતિલાલ પટેલ હતું.તેમનો જન્મ 7 ડિસેમ્બર 1921ના ચાણસદ વડોદરા જિલ્લામાં થયો હતો.બોચાસણવાસી અક્ષયપુરુષોત્તમ ગુરુ સંસ્થાનના પ્રમુખ હોવાને નાતે હુલામણુ નામ પ્રમુખ સ્વામી હતું.ગુરુ શાસ્ત્રીજી મહારાજ, સાધુ ગુણાતીતાનંદ તેમના ગુરુ હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમના અનુયાયીઓએ શોક વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments