થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયાના પર્થ એરપોર્ટ પર પોતાના સોનાના વિમાન લઈને પહોંચેલા મલેશિયાના કિંગે ભારે ચર્ચા જગાવી હતી. આ કિંગ મોંઘા વાહનોના શોખીન છે. ગોલ્ડ પ્લેનના માલિક કિંગ ઈબ્રાહિમ ઈસ્માઈલ પાસે સૌથી મોંઘો ટ્રક પણ છે. સોનાથી મઢેલા આ ટ્રકનું નામ 'ધ પેલેસ' રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે મલિશિયાના કિંગ હાલ ઓસ્ટ્રેલિયામાં એક લક્ઝુરિયસ મહેલ બંધાવી રહ્યાં છે.
કેવો છે 'ધ પેલેસ' ?
- મલેશિયાના રાજાએ ઓસ્ટ્રેલિયાની કંપની મેક ટ્રક પાસે સ્પેશિયલ રીતે તૈયાર કરાવ્યો છે.
- ઓસ્ટ્રેલિયાની કંપનીને આ ટ્રક તૈયાર કરવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
- ટ્રકને સોલિડ ગોલ્ડથી સુંદર રીતે સજાવવામાં આવ્યો છે.
- ટ્રકમાં એક કિચન છે જેમાં બારબેક્યૂની સુવિધા છે જે મોંઘા પથ્થરોથી સજાવવામાં આવ્યું છે.
- ટ્રકમાં સીસીટીવી, બે ફ્લેટ ટીવી, ડબલ બેડ સ્લીપિંગ ચેંબરની પણ સુવિધા.
- રાજાને બેસવા માટે સોનાથી મઢેલું એક મોટું સિંહાસન પણ છે, જેમાં 72000 સોનાના ટાંકા લીધેલા છે.
ટ્રક અંગે શું કહે છે કિંગ
પેલેસ ટ્રક અંગે સુલતાને કહ્યું હતું કે, સુંદર ટ્રકથી હું ખૂબ ખુશ છું. અને મારું આ સપનું હતું જે પૂર્ણ થયું. આ ટ્રકને બ્રિસ્બન સીબીડીના કિંગ જોર્જડ સ્ક્વાયરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે આ સુલતાન ટ્રકનો ઉપયોગ પોતાની સ્પીડ બોટ મૂકવા માટે કરશે.
ક્લિક કરો