વેરાવળનું કુકરસ ગામ. જ્યાં સાવજ પરિવારે ગાયના ટોળા પર હુમલો બોલાવ્યો. આગળ ગાયો ને પાછળ સિંહ..શિકાર પર તૂટી પડેલા ગીરના ડાલામથ્થા કદાચ પહેલી વખત CCTVમાં કેદ થયા છે. શુક્રવારની મધરાતે 4 સાવજ યોજનાબદ્ધ રીતે શિકાર પર ત્રાટકે છે. સાવજ પરિવાર કેવી રીતે ત્રાટકે છે તે જરા સરળતાથી સમજીએ. કેમ વનમાં જોઈ શકાય છે કે, સિંહ પાછળ પડતાં ગાયો ઊભી પૂછડીએ ભાગે છે. બન્ને ગાય ગામની ઊભી શેરીએ ચઢે છે. પાછળથી એક સિંહ આવે છે, જે શેરીની એક બાજુએથી તેને ઘેરી લે છે.
Tags
Gujarati News