તમારે કોઇ પણ સર્વિસીસ માટે પોતાના પાન કાર્ડ, આધાર, વોટર આઇડી કે બીજા ડોક્યુમેન્ટસના પ્રૂફ આપવાનું સરળ બનશે. સરકારે ડિજિટલ લોકરના નિયમો નોટિફાઇ કરી દીધા છે. તેથી તમે ડિજિટલ લોકર ખોલીને તમારા ડોક્યુમેન્ટ્સ જરૂરી સર્વિસીસ માટે ઓનલાઇન શેર કરી શકશો. આ સાથે તેને મોબાઇલ નંબરની જેમ પોર્ટ પણ કરી શકશો
ડિજિટલ લોકરના ફાયદા
ડિજિટલ લોકર મારફત કોઇ પણ વ્યક્તિ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઇન રાખી શકે છે. આ સાથે સરકાર અને બીજી સર્વિસીસ માટે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી શેર કરવાની જરૂર નહિ પડે. દાખલા તરીકે, જો તમે તમારું ડિજિટલ લોકર ખોલાવ્યું હોય અને તેમાં પાનકાર્ડ, વોટર આઇડી કાર્ડ, આધાર કાર્ડ અને તમારી માર્કશીટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ સેવ કરેલા છે. જ્યારે આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે ત્યારે સંબંધિત વિભાગ કે ઓફિસને હાર્ડ કોપી સ્વરૂપે આપવાની જરૂર નહિ પડે. તેને ઓનલાઇન જ શેર કરી શકાશે. આ સાથે વિભાગ અને સંસ્થા પણ તેને ઓનલાઇન વેરીફાઇ કરી શકશે.
મોબાઇલ નંબરની જેમ કરી શકાશે પોર્ટ
સરકાર ડિજિટલ લોકર સર્વિસ માટે દેશભરમાં સર્વિસ પ્રોવાઇડર બનાવશે. જેમાં વેબ પોર્ટલની સાથે મોબાઇલ પર પણ ડિજિટલ લોકર સર્વિસ આપી શકાશે. સર્વિસ પ્રોવાઇડર માટે લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવશે. આ સાથે કોઇ પણ કસ્ટમર ડિજિટલ લોકરને પોર્ટ પણ કરી શકશે. એટલે કે જો કોઇ સબસ્ક્રાઇબરને પોતાનું ડિજિટલ એકાઉન્ટ ચેન્જ કરવું હોય તો તે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની જેમ તેને પોર્ટ કરી શકશે.
વધારે જાણવા માટે અહીં ક્લિક કરો