Header Ads

  • Breaking News

    ફરાળી વાનગી - બટાકાની ખીચડી

    વ્રતમાં મોટાભાગે એ પ્રશ્ન ઉભો થાય છે કે શુ ખાવુ જોઈએ.  આ સવાલના જવાબમાં અમે તમને રેસીપી બટાકાની ખીચડી બનાવતા શીખવીશુ.


    સામગ્રી - 4 બટાકા, 2 લીલા મરચા ઝીણા સમારેલા, 1.5 ચમચી લીંબૂનો રસ, 1/4 કપ મગફળીના દાણા સેકેલા એક ચમચી જીરુ, 4 પાન કઢી લીમડો, સ્વાદમુજબ સેંધાલૂણ એક ચમચી ખાંડ, લીલા ધાણા ઝીણા સમારેલા, ઘી કે તેલ. 
    બનાવવાની રીત - બટાકાને છોલીને ધુવો અને છીણી લો, પછી તેમા પાણીમાં નાખી મુકો જેથી  તે કાળા ન પડે. 
    - હવે બટાકાનુ બધુ પાણી નિતારી તેને નિચોવીને જુદા મુકી દો. 
    - પછી પૈનમાં ઘી કે તેલ નાખીને ગેસ પર ગરમ કરવા મુકો. 
    -  ઘી માં જીરુ નાખીને ધીમા તાપ પર ફ્રાઈ કરો. 
    - જ્યારે જીરુ તતડવા માંડે તો તેમા કઢી લીમડાના કેટલાક પાન નાખીને ફ્રાઈ કરો. 
    - પછી પેનમાં બટાકા અને મીઠુ નાખીને ચમચીથી હલાવતા મિક્સ કરો. 
    - ત્યારબાદ ધીમો તાપ કરીને પેનને ઢાંકી દો. અને 10 મિનિટ સુધી બટાકાને બફાવા દો. 
    - બટાકાને હલાવતા રહો જેથી તે ચોંટે નહી. 
    - જ્યારે બટાકા બફાય જાય તો ઢાકણ હટાવીને તેમા લીલા મરચા, લીંબૂનો રસ, મગફળી અને લીલા ધાણા નાખીને મિક્સ કરો. તેને 2 મિનિટ ધીમા તાપ પર થવા દો. 

    - ત્યારબાદ ખાંડ નાખીન એક મિનિટ થવા દો પછી ગેસ બંધ કરો. તૈયાર ગરમા ગરમ બટાકાની ખિચડી સર્વ કરો. 

    No comments

    Post Top Ad

    Post Bottom Ad