અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ જાહેર થયું છે. છેલ્લી ઘડી સુધી જેમનું નામ ચાલતું હતું તે નીતિન પટેલને ડેપ્યુટી સીએમ બનાવાયા છે. પ્રદેશ ભાજપની ઓફિસ કમલમ ખાતે કેન્દ્રીય નિરીક્ષક નીતિન ગડકરી, સરોજ પાંડે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ આ જાહેરાત થઈ છે. 1 ઓગસ્ટે આનંદીબેન પટેલે ફેસબૂક પર આપેલા 'રાજીનામા'થી શરૂ થયેલી નવા સીએમની ચર્ચાનો આજે અંત આવ્યો છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે નવા સીએમ પદે વિજય રૂપાણી શપથ લેશે, નવા મુખ્યમંત્રી સાથે આખું મંત્રીમંડળ પર શપથ લેશે.
રાજીનામું આપી દીધા બાદ બેન અને શાહ વચ્ચે પહેલી મુલાકાત
નવા મુખ્યમંત્રીની જાહેરાત પહેલાં કમલમ ખાતે અમિત શાહ, આનંદીબેન પટેલ, નીતિન પટેલ, નીતિન ગડકરી એક અલગ રૂમમાં મળ્યા હતા. તેમની વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. આનંદીબેને રાજીનામું આપી દીધા બાદ અમિત શાહ અને બેન વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
Know more