કેન્દ્ર સરકારે મંગળવારના રોજ વિરોધની વચ્ચે લોકસભામાં મોટર વ્હિકલ (સંશોધન) બીલ રજૂ કર્યું. સરકારની તરફથી સંશોધન વિધેયકમાં દ્વિચક્રી વાહનોમાં 4 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પણ હેલમેટ ફરજીયાત કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. જો કે પાઘડી પહેરતા શીખ લોકોને આ નિયમથી અલગ રાખવામાં આવ્યા છે.
સંશોધન વિધેયકમાં 14 વર્ષથી નાની ઉંમરના કોઇપણ કાર પેસેન્જરની સુરક્ષા માટે સીલ્ટ બેલ્ટ કે કોઇ અન્ય વ્યવસ્થાની જરૂરિયાતનો પણ પ્રસ્તાવ છે. તેનું ઉલ્લંઘન કરવા પર રૂ.1000નો દંડ કરવાની જોગવાઈ કરી છે. આ વાતને સંજ્ઞાનમાં લેતા કેટલાંય બાઇક સવાર દંડથી બચવા માટે હેલમેટ પહેરે છે, બીલમાં તેને સુરક્ષિત રીતે પહેરવાની વાત કરી છે.
સંશોધન રોડ-સેફ્ટીને બનાવી રાખવાની દ્રષ્ટિથી રજૂ કરવામાં આવ્યું છે. સતત ટ્રાફિક નિયમોને તોડનાર લોકો માટે વધુ પેનલ્ટી અને લાંબી સજા કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. કોમર્શિયલ ડ્રાઇવરો માટે ન્યૂનતમ શિક્ષાની જરૂરિયાતમાં ઢીલ મૂકી છે. સંશોધન પ્રસ્તાવ પ્રમાણે જો તેમની પાસે ડ્રાઇવર ટ્રેનિંગ સ્કૂલનું સર્ટિફિકેટ હોય તો તેમને ન્યૂનતમ શિક્ષાની શરત પૂરી કરવી જરૂરી નથી.
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ સંશોધન બીલને રજૂ કરતાં તમામ રાજકીય દળો પાસેથી સહયોગ માંગ્યો છે. ગડકરીએ કહ્યું કે દેશમાં દરરોજ માર્ગ અકસ્માતમાં 400 લોકોના મોત થઇ રહ્યાં છે. બીલ પાસ થશે તો લોકોના જીવ બચાવવામાં સક્ષમ થઇશું.
સંશોધન બીલમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જેમકે ડ્રાંકન ડ્રાઇવિંગને રોકવા માટે ટ્રાફિક પોલીસને સક્ષમ બનાવાની કોશિષ કરાઈ છે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસની પાસે દંડની સાથો સાથ ત્રણ મહિના માટે નિયમ તોડનારનું લાઇસન્સ રદ કરવાનો અધિકાર હશે.