ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ અથવા તો કોઇપણ મેસેજિંગ એપને યૂઝ કરવા ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. પણ આવી એપ્સને ઇન્ટરનેટ વિના જ યૂઝ કરી શકાય તો કેવું સારું? હવે તે પણ શક્ય બન્યું છે. માર્કેટમાં એક એવું સિમ અવેલેબલ છે જેની મદદથી તમે ઇન્ટરનેટ વિના જ વૉટ્સએપ યૂઝ કરી શકો છો. તેનુ નામ છે ‘ચેટ સિમ’,. આ સિમને ફોનમાં લગાડવાથી વૉટ્સએપ કે કોઇપણ મેસેજિંગ એપ્સ ઇન્ટરનેટ વિનાજ યૂઝ થઇ શકે છે. જાણો કઇ રીતે...?
* ક્યાંથી ખરીદશો ચેટ સિમ?
- ચેટ સિમ ખરીદવા માટે સૌથી પહેલા કંપનીની ઓફિશિયલ વેબસાઇટ www.chatsim.com ની વિઝીટ કરો.
- ત્યારપછી Buy Sim પર ક્લિક કરી, સ્ટેપ્સ ફોલો કરીને ઓર્ડર પ્લેસ કરી શકો છો.
- આ સિમ ઇ-કોમર્સ વેબસાઇટ amazon.com પર પણ અવેલેબલ છે.
* કિંમત
- ભારતીય યૂઝર્સ માટે આ કાર્ડની કિંમત 950 રૂપિયા વાર્ષિક છે.
- આ ઉપરાંત ફ્રીમાં મેસેજ અને ઇમોજીસ યૂઝ કરવા માટે 950 રૂપિયા ચૂકવવા પડશે.
- મલ્ટીમીડિયા રીચાર્જ માટે 950 રૂપિયા, અને 557 રૂપિયા શિપિંગ ચાર્જ આપવો પડશે.
- કુલ મળીને તમારે લગભગ 3407 રૂપિયા ખર્ચ કરવા પડશે.
* વિના ઇન્ટરનેટે એપ્સ કરશે કામ
- ચેટ સિમથી તમે વૉટ્સએપ, મેસેન્જર, વીચેટ, હાઇક વગેરેને ઇન્ટરનેટ વિના જ યૂઝ કરી શકો છો. આ પ્રકારનું આ પહેલું સિમ કાર્ડ છે.
* શું આને ખરીદવું યોગ્ય છે?
આ તમારા વપરાશ પર નિર્ભર રહે છે. જો તમે તમારો મોટોભાગ ટ્રાવેલિંગમાં વિતાવતા હોય અને વૉટ્સએપ એપનો વધુ યૂઝ હોય તો આ ચેટ સિમ કામનું સાબિત થઇ શકે છે. તમારા માટે ચેટ સિમ બેસ્ટ છે.