Header Ads

  • Breaking News

    Live Rathyatra 2016: તસવીરોમાં જુઓ જગન્નાથજીની નગરયાત્રા

    ધવારે સવારે મૂર્હર્ત મુજબ, 7 વાગ્યા સમયે મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે પહિંદ વિધી બાદ 139મી ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જગતના નાથ તેવા ભગવાન જગન્નાથની આ નગરયાત્રામાં પ્રભુની એક ઝલક જોવા માટે અનેક ભક્તો રસ્તા પર ઉમટી પડ્યા હતા.
    રથયાત્રા બપોરના 12 વાગ્યા સુધીમાં અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પહોંચી છે. જેમાં નિયમ મુજબ સૌથી પહેલો રથ ભગવાન બળદેવજીનો છે તો વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લા સંસારને તારનાર ભગવાન જગન્નાથજીનો રથ ચાલી રહ્યો છે. રસ્તામાં અનેક જગ્યાએ લોકો પ્રભુ પર કંકુ અને ફૂલાનો વરસાદ કરી રહ્યા છે. અને જય રણછોડનો નાદ સમગ્ર વાતાવરણને પ્રફુલ્લિત અને ભક્તિમય કરી રહ્યો છે. ત્યારે અમદાવાદની બહારના તમામ દર્શકો ઘરે બેઠા ભગવાન જગન્નાથના દર્શન કરી શકે તે માટે જુઓ નીચેની આ તસવીરો...

    Post Top Ad

    Post Bottom Ad