નવી દિલ્હીઃ તમે તમારું આઈટીઆર ફ્રીમાં ફાઈલ કરી શકો છો. આ માટે તમારે કોઈ સીએ કે રિટર્ન ફાઈલ કરતી કંપની/વ્યક્તિ પાસે જઈને રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઉપરાંત અનેક બેન્કો તેમની વેબસાઈટ પર આઈટીઆર ફાઈલ કરવાની સુવિધા આપી રહ્યા છે. જે માટે તમારે કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કસ્ટમર છો તો નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને સરળતાથી રિટર્ન ફાઈલ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલાં onlinesbi.com પર જવું પડશે. જે બાદ તમારે યુઝરનેમ અને પાસવર્ડથી લોગ ઈન કરીને ઈ-ફાઈલ ટેક્સના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. આ સેક્શનમાં જઈને તમારે તમારા ફોર્મ 16ને અપલોડ કરવું પડશે. ફોર્મ અપલોડ કર્યા બાદ તમામ માહિતી ઓટોમેટિક ભરાઈ જશે. આ પછી બેન્ક તમને ઓટીપી કોડ મોકલશે. જેને સબમિટ કર્યા બાદ તમારું રિટર્ન ઈ-વેરિફાઈ પણ થઈ શકે છે.