બગદાદઃ ઈરાકની રાજધાની બગદાદમાં રવિવારે બોમ્બ બ્લાસ્ટમાં અંદાજે 83 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે બાળકો સહિત 131 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ પ્રમાણે હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ સ્વીકારી છે. હુમલા બાદ જ્યારે પીએમ અલ અબાદી ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લોકોએ તેમના પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. રમઝાન મહિનો અને ઈદને કારણે બજારોમાં લોકોની ભીડ વધુ હતી, શું છે સમગ્ર ઘટના...
- શનિવારે મોડી રાત્રે કારાડા વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ અને શોપિંગ એરિયાની આસપાસ કાર બ્લાસ્ટ્સ થયા હતા.
-જેમાં અંદાજે 83 લોકોનાં મોત થયા છે અને 131થી વધુ લોકો ઘાયલ થયા હતા.
- રમઝાન મહિનાને કારણે બજારોમાં લોકોની ભારે ભીડ હતી.
- એક બ્લાસ્ટ શિયા વિસ્તારમાં કરવામાં થયો હતો.
- હુમલાની આતંકી સંગઠન ISISએ જવાબદારી લીધી છે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસની દુકાનોમાં આગ લાગી ગઈ હતી.
- આ પહેલા મધ્ય બગદાદના એક વ્યસ્ત બજારમાં કાર બ્લાસ્ટ થયો હતો જેમાં છ લોકોનાં મોત થયા હતા.
આતંકી હુમલાની ઘટનામાં વધારો થયો
- ઉલ્લેખનીય છે કે જુન 2014માં ઈરાકના ઉત્તર અને પશ્ચિમી વિસ્તારોમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે પોતાની પકડ જમાવી ત્યારથી સમગ્ર દેશમાં હિંસાની ઘટનામાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
- ઈરાકની સેનાએ આતંકીઓનું ગઢ ગણાતા ફલ્લુઝાહને મુક્ત કરાવ્યા બાદ હુમલાઓની ઘટનામાં વધારો થયો છે.
ઈરાકમાં સતત આતંકી હુમલા
- 9 જુને બગદાદ પાસે બે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 30 લોકોનું મોત થયુ હતુ.
- 17 મેના રોજ બગદાદમાં શ્રેણીબદ્ધ 4 બ્લાસ્ટમાં 69 લોકોનાં મોત થયા હતા.
- 11 મેએ કાર બ્લાસ્ટમાં 93 લોકોનાં મોત થયા હતા. આ વખતે પણ બગદાદને નિશાન બનાવવામાં આવ્યું હતુ.
- 1મેએ સાઉથ સિટી સમાવામાં બે કાર બ્લાસ્ટમાં 33 લોકોનાં મોત થયા હતા.
More info