Updates

6/recent/ticker-posts

Header Ads Widget

ત્રાસવાદીઓના નિશાના ઉપર IAS-IPS ઓફિસરોઃ એલર્ટ જારી

ત્રાસવાદીઓ હવે ઉચ્ચ અધિકારીઓ ઉપર હુમલા કરે તેવી શકયતાઃ સુરક્ષા વધારી દેવામાં આવીઃ સાવચેત રહેવાના નિર્દેશોઃ અલકાયદાએ મુસ્લિમોને ઓફિસરોની હત્યા કરવા માટે ભડકાવ્યાઃ ઓફિસરોને મારીને જેહાદ કરી શકશો તેવુ જણાવ્યુ
ત્રાસવાદીઓના નિશાના ઉપર IAS-IPS ઓફિસરોઃ એલર્ટ જારી
   નવી દિલ્હી તા.૮ : ત્રાસવાદીના નિશાના ઉપર હવે દેશના ઉચ્ચ અધિકારીઓ આવી ગયા છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ગઇકાલે એક એલર્ટ જારી કરેલ છે. જે અનુસાર અલકાયદા સીનીયર આઇએએસ અને આઇપીએસ ઓફિસરો ઉપર હુમલા કરવાની 
તૈયારીમાં છે.

   ગુપ્તચર માહિતીઓ અનુસાર અલકાયદા ભારતીય અધિકારીઓ ઉપર ત્રાટકવાની તૈયારી કરી રહ્યુ છે. અલકાયદાના આ પ્રદેશના ચીફ મૌલાના અસીમ ઉંમરે ભારતીય મુસ્લિમોને આ મામલામાં જેહાદ કરવા કહ્યુ છે. તેણે ભારતીય મુસ્લિમોને કહ્યુ છે કે, સીનીયર આઇપીએસ અને આઇએએસ ઓફિસરોને મારીને તેઓ જેહાદ કરી શકશે.
   દિલ્હી પોલીસના પત્રમાં જણાવાયુ છે કે, તમામ ઓફિસરોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ઓફિસરો સાથેના સ્ટાફની પણ સુરક્ષા વધારાઇ છે એટલુ જ નહી તમામ પોલીસ સ્ટેશન કે જેમાં સીનીયર ઓફિસરોની ઓફિસ પણ આવેલી છે અને આ ઓફિસરો જયાં રહે છે તે કોલોનીઓની પણ સુરક્ષા પણ વધારવામાં આવી છે.
   દિલ્હી પોલીસે તમામ પ્રશાસનિક ઓફિસરોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે. આ પહેલા પણ ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કરીને કહ્યુ હતુ કે, ભારતમાં બાંગ્લાદેશ જેવા હુમલા થઇ શકે છે. બંગાળ અને આસામમાં આઇએસઆઇએસનું નેટવર્ક છે. જે દેશમાં આ પ્રકારના હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. ગુપ્તચર એજન્સીઓના આ એલર્ટ બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.