રાજકોટમાં જમીન-મકાન લે-વેચ કરતા બ્રોકરોના એસોસિએશનની સ્થાપના
શહેરમાંપ્રોપર્ટી લે વેચનું કામ ખૂબ વધી ગયું છે ત્યારે કામ સાથે જોડાયેલા બ્રોકરોને સંગઠિત કરવા માટે રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થા સાથે સૌરાષ્ટ્ર કચ્છના બ્રોકરો જોડાઇ શકે છે. સંસ્થા દ્વારા એક એપ્સ પણ બનાવી છે તેમજ આગામી દિવસોમાં ડિરેક્ટરી પણ લોન્ચ કરવામાં આવશે.
રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના સ્થાપક પ્રમુખ સાવનભાઇ વોરાએ જણાવ્યું હતું કે, પ્રોપર્ટી ખરીદી કરવા માટે કાયદાની આટીઘૂંટીઓ સહિતના અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. ત્યારે મિલકત ખરીદી કે વેચાણ, ભાડે આપવા માટે શું કાળજી લેવી તેની માહિતી સંસ્થા દ્વારા આપવામાં આવશે. આરપીસીએના કોન્ફેડરેશન ઓફ રિટલ એસ્ટેટ બ્રોકર્સ એસો. ઓફ ઇન્ડિયા સાથે પણ સંકળાયેલું હોવાથી રેરાના કાયદાની જાણકારી પણ અપાશે. સંસ્થાએ એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. આગામી દિવસોમાં સંસ્થાની ડિરેક્ટરી લોન્ચ કરાશે જે માટે બ્રોકરો સંસ્થાના કાર્યાલય ગેલેક્સી ઇન્ફોટેક 110 સિટી શોપ્સ પીપી ફૂલવાળાની બાજુમાં ડો.યાજ્ઞિકરોડ ખાતે રજિસ્ટ્રેશન ફોર્મ વિનામૂલ્યે જમા કરાવી શકશે. સંસ્થામાં ઉપપ્રમુખ પારસભાઇ વસા, સેક્રેટરી કેતનભાઇ મહેતા, ટ્રેઝરર તરીકે જશ્મિનભાઇ શેઠ સેવા આપી રહ્યા છે.