હાઇકોર્ટ સમક્ષ પિટિશન બાદ સરકારે શાળા પ્રવેશ નિયમોમાં કર્યો
સુધારો
લીગલ રીપોર્ટર | અમદાવાદ
રાજ્યનીશાળાઓમાં 3 વર્ષ કરતા પણ નાના બાળકોને કે.જી.- જુનિયર કે.જી.ના નામે પ્રવેશ આપવામાં આવે છે જે રાજ્ય સરકારના કાયદાઓ અને આરટીઇના કાયદાનો પણ ભંગ કરતી હોવાની જાહેરહીતની રિટ બાદ રાજ્ય સરકારે કાયદામાં કેટલાક સુધારા કરી બિન માન્યતા પ્રાપ્ત શાળાઓને પણ પાંચ લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના મોટા શહેરોમાં પ્રિપ્રાયમરી, કે.જી. - જુનિયર કે.જી. જેવા ઓઠા હેઠળ 3 વર્ષથી નાના બાળકોને પ્રેવેશ આપવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક રીતે પણ તે ગેરકાયદેસર છે. બાળકોના બંધારણીય અધિકારોનું પણ હનન થાય છે. બાળકોના માનવીય હક્કોના રક્ષણની માગ કરતી પિટિશન કરવામાં આવી હતી.
જે પિટિશનમાં રાજ્ય સરકારે અગાઉ જવાબ રજુ કરી 3 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપતી શાળાઓને પ્રથમ વખતની ભુલ બદલ રૂ. 1 લાખનો દંડ અને બીજી વખતની ભુલ બદલ રૂ.5 લાખના દંડની જોગવાઇ કરવામાં આવી હતી. તેમજ 3જી વખતના દંડ બદલ શાળાનું રજીસ્ટ્રેશન રદ્ કરવાની જોગવાઇ કરવાની હાઇકોર્ટને જાણ કરી હતી. જોકે અરજદાર દ્વારા રજૂઆત કરાઇ હતી. મોટાભાગની આવી શાળાઓ સરકાર પાસે રજીસ્ટ્રેશન ધરાવતી નથી. રજૂઆતો બાદ સરકારે નિયમોમાં સુધારા કરી રજીસ્ટ્રેશન ધરાવતી શાળા પણ પકડાય તો પ્રથમ વખતની ભુલ બદલ તેને રૂ. 1 લાખનો દંડ અને બીજી વખતની ભુલ બદલ રૂ. 5 લાખના દંડ કરવામાં આવશે.