Header Ads

 • Breaking News

  સારવારને બહેતર બનાવતી નવી ટેિક્નક

  પ્રેરણા | સ્વાઇનફ્લૂ અને એચ1એન એન્ફ્લુએન્ઝા માટે વરદાનરૂપ છે 


  નવી ઇસીએમઓ ટેક્નોલોજી. 

  ડૉ.કે.આર. બાલકૃષ્ણન 
  ડાયરેક્ટરકાર્ડિએક સાયન્સ, ફોર્ટિસ મલાર હોસ્પિટલ, ચેન્નાઈ, એલપીડી ઇમ્પ્લાન્ટ્સ કરનાર દેશના એકમાત્ર સર્જન 

  તમે જોશો કે મેડિકલ ક્ષેત્ર આશા અને પ્રેરણા આપતું ક્ષેત્ર છે. સાંભળવામાં વિચિત્ર લાગશે. ઘણાને થશે કે તો બીમારીઓ અને રોગીઓનું ક્ષેત્ર છે. પણ ક્ષેત્રમાં દરરોજ કોઈને કોઈ પ્રગતિના સમાચાર આવતા રહે છે અને બીમારીઓ તથા રોગની ક્ષમતા ઘટતી રહે છે. ડૉક્ટર અને સર્જન મોટેભાગે પોતાના વ્યવસાયમાં ચમત્કાર જોતા રહે છે. મોતના મુખમાંથી તંદુરસ્ત બનીને કોઈ વ્યક્તિ પાછી ફરે તો કેટલો આનંદ અને હર્ષોલ્લાસ છવાઈ જતો હોય છે. માનવ જીવન કર્મપ્રધાન છે અને ક્ષેત્ર શાશ્વત સંઘર્ષનું હોય છે. કદાચ આપણને ઉદાર, પરિપક્વ, સહનશીલ અને કર્મઠ બનાવવાની પ્રકૃતિની શૈલી છે. કારણોસર મેડિકલ ક્ષેત્રમાં એવું બનતું હોય છે કે બીમારીની સારવાર માટે કોઈ નવી દવા, નવી પદ્ધતિ કે રસી શોધવામાં આવે ત્યારે કોઈ નવી બીમારી પડકાર બનીને સામે આવી જાય. 

  છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ફેફસા અથવા શ્વસનને લગતા રોગોનું પ્રમાણ વધી ગયું છે. ફેફસા તથા શ્વસનની બીમારીઓના કારણે અવારનવાર દર્દીને આઇસીઓ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં દાખલ કરાયો હોય એવું જાણવા મળે છે. ઘણીવાર તો ફેફસા એટલી હદે ખરાબ થઈ ગયા હોય કે તે સારી રીતે કામ પણ કરી શકતા નથી. પરિણામ એવું આવે છે કે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ભયાનક સ્તરે ઘટી જાય છે. અથવા તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અત્યંત ઉચ્ચ થઈ જાય છે. માસ્ક દ્વારા ઓક્સિજન અપાયા પછી પણ રોગીને જાતે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. વિશ્વની મોટાભાગની હોસ્પિટલોમાં પ્રકારની સ્થિતિમાં દર્દીને કૃત્રિમ મશીનો કે વેન્ટિલેટર પર મુકી દેવામાં આવે છે. તેમાં રોગીના ટ્રેકિયા એટલે કે વિંડપાઇપમાં ટ્યૂબ નાખવામાં આવે છે અને પછી પોઝેટીવ પ્રેશન વેન્ટીલેશન શરૂ થઈ જાય છે. 
  પણ જો ફેફસાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હોવી એવી સ્થિતિમાં વેન્ટીલેશન પર મૂકાયા પછી પણ રોગીની હાલતમાં સુધાર આવતો નથી. વેન્ટીલેશન સાથે દર્દીને જોડવો અત્યંત જૂની પરંપરાગત પદ્ધતિ છે. પણ વેન્ટીલેશન પર લાંબો વખત સુધી દર્દીને રાખવાથી પણ મુશ્કેલી પેદા થઈ શકે છે. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યાં શ્વાસોચ્છવાસ માટે લાંબા વખત સુધી બહારના સપોર્ટની જરૂર હોય છે. દર્દીને પથારીવશ રહેવું પડે છે. તે બોલી કે ચાલી શકતી નથી અને હોસ્પિટલની પરિસ્થિતિઓના કારણે ફેફસામાં ચેપ લાગી જોવાનું જોખમ પણ રહેતું હોય છે. પ્રકારની સ્થિતિમાં એક નવી ટેકનોલોજી ઉપલબ્ધ છે. જેને ઇસીએમઓ એટલે કે એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રન ઑક્સિજન કહે છે. તેમાં બે મોઢાવાળી એક નળીને ગળામાં જોવા મળતી જુગુલર વેન દ્વારા સીધા એટ્રીયમ એટલે કે હૃદયની બે ઉપલી ચેમ્બરમાંથી એકમાં નાખવામાં આવે છે. તેને એક કૃત્રિમ ફએફસા કે ઑક્સિજનેટર સાથે જોડી દેવામાં આવે છે. તે ફેફસાની જેમ કામ કરે છે અને લોહીને જમણા એટ્રિયમમાં પહોંચાડે છે. ટેકનોલોજીના કારણે જો દર્દીના ફેફસા કામ નહીં કરે તો પણ ઑક્સિજન-કાર્બન ડાયોક્સાઇડના આદાનપ્રદાનને અસર પહોંચતી નથી. તેના દ્વારા દર્દીને અનેક મહિનાઓ સુધી સપોર્ટ આપી શકાય છે. તેના કારણે દર્દીના ફેફસાને સાજા થવા માટે પૂરતો સમય મળે છે. તે હરીફરી શકે છે. સામાન્ય માણસોની જેમ ભોજન લઈ શકે છે, બોલી શકે છે અને કસરત પણ કરી શકે છે. જો તેને વેન્ટીલેટર સાથે જોડવામાં આવ્યો હોય હોસ્પિટલમાં ચેપ લાગવાનું જોખમ રહે છે. ફેફસાને સાજા થઈ શકે એ‌વું નુકસાન થયું હોય તો પછી પ્રત્યાર્પણ કરવું પડે છે. સ્વાઇન ફ્લૂ કે એચવનએનમાં તે વરદાનરૂપ બની શકે છે. ટેકનોલોજી ભારતમાં ઉપલબ્ધ છે. અને તેનો ખર્ચ 2થી 3 લાખ રૂપિયાની વચ્ચે હોય છે. જે જોખમને ધ્યાનમાં લેતા વધારે કહી શકાય નહીં. તમે કદાચ ટેકનીકલ શબ્દોથી કંટાળી ગયા હશો પણ ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કારણ કે આપણા દેશમાં સ્વાઇન ફ્લૂનું સંકટ કાયમ તોળાયેલું હોય છે. અને આવનારા દિવસોમાં વધારે સાવચેત રહેવાની જરૂર છે. હું જે આશા અને આકાંક્ષાની વાત કરું છું તે નવા ઇનોવેશન દ્વારા સિદ્ધ થાય છે. 
  એક બીજી સારી વાત અંગ દાનના ક્ષેત્રમાં થઈ છે. વીસ વર્ષ પહેલા તને લઈને જાગૃતિ અત્યંત ઓછી હતી. આપણી હોસ્પિટલોમાંથી અંગ મળી શકતા હતા. જે ભાગ્યે શક્ય બનતું. વર્ષમાં વધુમાં વધુ ચાર કે પાંચ અંગ મળી શકતા હતા. અને અંગ દાન કરવા વિશે કોઈ સમજ નહોતી. અંગ મળે ત્યાં સુધી દર્દીને જીવિત રાખવા માટે સારા કૃત્રિમ પંપ મળતા નહોતા. ખરેખર આપણે ઘણું લાંબુ અંતર કાપ્યું છે. જ્યાં સુધી વાત અંગ પ્રત્યાર્પણની છે. કિડનીની સરખામણીએ હૃદય લોહીના પુરવઠા વિના માત્ર ચાર કલાક સુધી જીવિત રહી શકે છે. તેમાં અંગને એકથી અન્ય સ્થળે લઈ જવામાં અને દર્દીમાં પ્રત્યાર્પણ કરવા માટે લાગતો સમય પણ સામેલ છે. જો હૃદય એક શહેરમાં અને પ્રત્યાર્પણ અન્ય શહેરમાં હોય તો જોખમ ઘણું વધી જાય છે. તેમાં સારી વાત છે કે આપણે હવે એર એમ્બ્યુલન્સની સુવિધા મેળવી શક્યા છીએ. ચેન્નાઈથી હૈદરાબાદ, બેંગલોર, વિશાખાપટનમ જેવા શહેરોમાં અંગ લઈ જવામાં આવે છે. 
  ભારતમાં એવી ટેકનોલોજી ઉપલબ્ધ છે કે માણસના અંગને છથી સાત કલાક સુધી જીવિત રાખી શકાય છે. આવનારા કેટલાક વર્ષોમાં વધુમાં વધુ 24 કલાક સુધી અંગને જીવિત રાખી શકાય એવી ટેકનોલોજી આવી જશે. હવે હાર્ટના પ્રત્યાર્પણ બાદ એક તૃતિયાંશ દર્દી 30 કરતા વધારે વર્ષ સારી રીતે જીવી શકે છે. હા, તે એક રહસ્ય છે કે કેમ એક તૃતિયાંશ દર્દી આટલો લાંબો વખત જીવિત રહે છે. જ્યારે અન્યોને આટલા ફાયદો મળતો નથી. નિશ્ચિતપણે તેનો સંબંધ દાન આપનાર વ્યક્તિ અને અંગ સ્વીકારનાર વ્યક્તિની રોગપ્રતિકારકશક્તિ સાથે હશે. જો કોઈની પાસે તેને લગતા ટેસ્ટ માટે સમય હોય તો પરિણામમાં નાટકીય સુધાર આવી શકે છે. જ્યાં સુધી ટેકનોલોજીની વાત છે એટલી ક્ષમતા નિર્મિત થઈ ગઈ છે કે આશરે ત્રણ વર્ષની રશિયન બાળકીમાં બ્રેઇન ડેડ બાળકનું હાર્ટ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ઓપરેશન આઠ કલાક લાંબુ ચાલ્યું હતું. સર્જરી ટેકનીકલી અત્યંત મુશ્કેલ હતી. કારણ કે બાળકીનું વજન ઓછું હતું અને તે ઘણી નાની વયની હતી. તેને એનેસ્થેશિયા આપવું પણ જોખમકારક હતું કારણ કે તે એટલી તો નબળી હતી કે તે સહન કરી શકે એમ નહોતું. છતાં પણ ડોક્ટરો સફળતાપૂર્વક તેના શરીરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા હતા.

  Post Top Ad

  Post Bottom Ad