Skip to main content

દાડમ : ધરતીની ફાર્મસીમાં 'ઉગેલી' સર્વરોગની દવા

દાડમ : ધરતીની ફાર્મસીમાં 'ઉગેલી' સર્વરોગની દવા 

જીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે કે બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી. ઉપરાંત પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું. જે આનંદદાયી ગૃહસ્થી જીવનની- શુભેચ્છા રૂપે અપાતું. વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે. કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે. હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું. તેથી થોથાં વાંચીને દાડમના ફાયદા લખતો નથી. દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે. મને ડર હતો કે જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેલ જશે પણ દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે. 86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે. પણ મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે.
અહીં જલદીથી કહી દઉં કે મને પત્રકાર બનાવનાર (નગીનદાસ સંઘવીના મામા) હરકિસન મહેતાને સોરીયાસીસ નામનો ચામડીનો ભીષણ રોગ થયો તે મારી જાણમાં હોત તો ગાંધીજીના નિસર્ગોપચાર આશ્રમના મારા અનુભવ થકી હું હરકિસનભાઈને માત્ર દાડમના દાણા અને સંતરાના રસ ઉપર બે મહિના રાખી સોરીયસીસ મટાડી દેત. આજે પણ મોટા ભાગના નાના-મોટાને શરીરે ચળ બહુ આવે છે. ખસ-ખૂજલી તાજી થાય છે શરીરની ખંજવાળી મટાડવાનો ઈલોજ દાડમ છે- મારો જાત અનુભવ છે. તમે ભાવનગર બાજુ જાઓ તો આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો. નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે. પણ મહેરબાની કરી 'વાંચીને' પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે તેને વાંચશો નહીં. કોઈપણ દાડમ મળે સિઝનમાં ખાસ દાબડજો. મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે મારો સોની મિત્ર અને મારી કામવાળી પુરવઠો ખૂટવા દેતા નથી. કુદરતની 'ફાર્મસી'ની દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં. ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો તો પછી કુદરતનું ફળ ભલે રોજ અરધુ કે ચોથીયુ ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ. પણ કૃપા કરી યુરોપ- અમેરિકા કે તેને વાદે ભારતમાં દાડમના ફેક્ટરીમાં કાઢેલા રસના- કાગળના ડબલાના તોડીને રસ પીશો નહીં. દાડમને તાજે તાજા ખાજો.
અમે મહુવામા હતા ત્યારે ઘાંચીનો દીકરો શેરીમાં મસ્કતી દાડમ વેચવા આવતો. તે દાડમને અમે માત્ર જોઈ શકતા, ખરીદવાનો વેંત નહોતો. આજે હિન્દુસ્તાનના મધ્યમવર્ગની સ્થિતિ સુધરી છે તેણે જરૂર દાડમ ખરીદીને ધરતી માતાને થેંકસ કહેવા જોઈએ. ઈરાન- તહેરાનમાં વર્ષમાં એક મહિનો 'પોમગ્રેનેટ- ફેસ્ટિવલ' યોજાય છે. તમે આજે કોઈપણ પ્રેમીજનને ઘરે જાઓ તો ભેટરૂપે દાડમ લઈ જજો. વીકીપીડીયા કહે છે કે દાડમ પ્રેમ અને ફર્ટીલીટીનું સિમ્બોલ (નિશાની) છે. પાકિસ્તાનીઓ ભાગ્યશાળી છે કે તેમને અનાર (દાડમ) સસ્તા મળે છે- અફઘાનિસ્તાનથી સરળતાથી મળે છે. કુરાનમાં લખ્યુ ંછે કે સ્વર્ગના બગીચામાં દાડમ પાકે છે. તેને પવિત્ર ફળ ગણાય છે. ફરી ફરી વિનંતી કરું છું કે દાડમના ઝાડ- છોડ ઉપર પેસ્ટીસાઈડઝ છંટાય છે તેની દરકાર કરશો નહીં. ખુદાનો છોડ તમારા પેસ્ટીસાઈડઝને પણ ઝાપટી જશે- દાડમ સ્વયં ક્લીન થઈ જશે. ક્યાંક છાપેલા ગુણ કોઈ લહિયો વાંચે તો લખી નાખશે કે દાડમ- 'એન્ટીઓક્સિડંન્ટ' છે! અરે સાહેબ એન્ટીઓક્સિડંન્ટ વળી કઈ વાડીનો મૂળો છે! સાદી ભાષામાં દાડમ તમારા શરીરમાં જઈ તમારા અંગો ઉપર સુરક્ષાના પડ ચઢાવે છે. દાડમ ગરમાટો આપે છે. મોસમ કે કોઈપણ મોસમમાં ચા પીતા પહેલા દાડમ ખાઈ લો. વર્ષા ઋતુના ટાંઢોડાને મારે છે દાડમ! કવિ હોમરે એના મહાકાવ્ય 'ઓડીસી'માં લખ્યું છે કે રોમીઓ અને જુલીયટ પ્રેમ કરવા મળે છે. રાત્રિ યુવાન છે. હૈયા યુવાન છે. બુલબુલ ટહુકા કરે છે કારણ કે તે દાડમ ચાખી ગઈ છે! ઘણા આરબ દેશોના ધાતુના ચલણના સિક્કામાં દાડમનું ચિત્ર હતું, તેમ વીકીપીડીયા કહે છે. આજે પણ ગ્રીસમાં નવા વર્ષનાં દિવસે કે કન્યાના લગ્ન વખતે દાડમથી મંડપ શણગારે છે. આપણે જેમ શુભ કાર્ય પહેલા કે હનુમાનને નાળિયેર વધારીએ છીએ તેમ ગ્રીક લોકો શુભ કાર્ય પહેલાં કે વરરાજાની જાન લઈ જતા પહેલા દાડમ વધેરે છે!
મિશેલી સ્કોફીરો કૂક નામની યુરોપિયન આહાર શાસ્ત્રી લખે છે કે 'હું નિયમીત દાડમનું સેવન કરું છું અને બીજા લોકોને સવારે દાડમના દાણાનો નાસ્તો કરવાનુ કહું છું. કારણ કે તમારી વૃદ્ધાવસ્થાને દાડમ આધી ઠેલે છે. અમેરિકાનું કૃષિ ખાતું એક આરોગ્ય ડિપાર્ટમેન્ટ રાખે છે તે દાડમના એન્ટી- એઈજીંગ ગુણને વખાણે છે. ખાસ તો મિશેલી કહે છે તે વાત મારે ગળે ઉતરે છે કે દાડમ તમારી કિડનીું અને લીવરનું રક્ષણ કરે છે. ઝાઝી વાતના ગાડા ભરાય. તમારે કિડનીને રોગનો ભોગ બની એલોપથી ડોક્ટરને રૂ. 5-6 લાખ ખટાવવા હોય તો કિડની અને લીવરના રક્ષણ માટે રોજ દાડમના તાજા દાણા ખાઓ. 

Popular posts from this blog

Gujarat Government Jobs 2017 | Apply Latest Govt Jobs in Gujarat

Gujarat Government Jobs 2017
Gujarat Government provides no.of opportunities to the candidates who were preparing to get Gov job in Gujarat. Every year Gujarat Government releases recruitment notifications for all available Government Jobs in Gujarat. GujaratGovernment provides opportunities for all types of job seekers by releasing notifications Periodically. Candidates check State Govt jobs in Gujarat and Government Jobs Notifications in Gujarat on our website.

Click Here

Top WhatsApp funny videos

Xiaomi Redmi Note 4 हुआ सस्ता

Xiaomi Redmi Note 4 फोन में 5.5 इंच (1920 x 1080 पिक्सल) फुल एचडी 2.5डी कर्व्ड ग्लास डिस्प्ले दिया गया है। फोन में स्नैपड्रैगन 625 प्रोसेसर का इस्तेमाल हुआ है। ग्राफिक्स के लिए एड्रेनो 506 जीपीयू है। फोन में हाइब्रिड सिम स्लॉट है, यानी दूसरा सिम स्लॉट एसडी कार्ड स्लॉट की भी भूमिका निभाएगा। यूज़र 128 जीबी तक का माइक्रोएसडी कार्ड इस्तेमाल कर सकेंगे।
इसके रियर कैमरे का सेंसर 13 मेगापिक्सल का है जो एफ/2.0 अपर्चर, डुअल-टोन एलईडी फ्लैश व पीडीएएफ से लैस है। सेल्फी के शौकीनों के लिए अपर्चर एफ/2.0, 85-डिग्री वाइड एंगल लेंस के साथ 5 मेगापिक्सल का फ्रंट कैमरा दिया गया है। फोन फिंगरप्रिंट सेंसर व इन्फ्रारेड सेंसर के साथ आता है। फोन का डाइमेंशन 151x76x8.35 मिलीमीटर और वज़न 175 ग्राम है। फोन में 4100 एमएएच की बैटरी है। यह फोन एंड्रॉयड मार्शमैलो आधारित मीयूआई 8 पर चलता है।
style="background-color: white; box-sizing: border-box; color: #5e5e5e; font-family: tahoma, verdana, sans-serif;" />
हमारे मुताबिक, Xiaomi Redmi Note 4 एक बेहतरीन पैकेज है। बता दें कि हमने इस फोन का रिव्यू किया है। ल…