શુ આપ જાણો છો ચોમાસામાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ ?


green leafy veg
માનસૂન દરમિયાન તમે કંઈ વસ્તુઓ ક્યારે ખાવ છો તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો તમે લીલી પત્તેદાર શાકભાજીઓ ખાવાનુ પસંદ કરો છો તો ચોમાસામાં તેને ખાવાથી બચો. આમ તો લીલી શાકભાજીમાં ઘણુ બધુ પોષણ જોવા મળે છે. પણ જો એક્સપર્ટનુ માનીએ તો તેમને ચોમાસામાં ખાવાથી બચવુ જોઈએ. 
 
દરમિયાન આ શાકભાજીઓને સારી રીતે સૂર્ય પ્રકાશ નથી મળતો જેને કારણે તેમા કીટાણુઓનો ઢગલો જામી જાય છે.  આ શાકભાજીનુ સેવન કરવાથી આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. જેનાથી આપણને અનેક સંક્રામક બીમારીઓ થઈ જાય છે.  સાથે જ તેનાથી શરીરમાં ઉર્જાનુ સ્તર નીચે જતુ રહે છે અને પાચન તંત્ર ગડબડે છે.  લીલા પાનવાળા શાકભાજી ખાતા પહેલા નળ નીચે ધુઓ અને પછી તેને મીઠુ મેળવેલ પાણીમાં થોડીવાર સુધી પલાડી રાખો.  જેનાથી તેમા રહેલ કીટાણુઓનો નાશ થશે અને આ ખાવાલાયક બનશે.  હવે આવો જાણીએ કે ચોમાસામાં લીલા શાકભાજી કેમ ન ખાવા જોઈએ.