રાજકોટ: પથ્થરોના ઘા મારી ત્રણ-ત્રણ હત્યા કરવાના આરોપી ગે સ્ટોન કિલરને પોલીસે પકડી પાડ્યો છે. ગે સ્ટોન કિલર હિતેશ રામાવતે પોલીસને ચોંકવાનારી વિગતો આપતા જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા તે એક યુવતીના એકતરફી પ્રેમમાં હતો. તેણે યુવતીને પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ યુવતીએ તેના એકરારને નકારતાં તે નાસીપાસ થયો હતો. હિતેશે યુવતીના નામનું હાથમાં ટેટુ ત્રોફાવ્યું હતું.દરમિયાન રવિવારે પહેલી વખત તેનો ચહેરો મીડિયા સામે આવ્યો હતો. રિક્ષામાં મુસાફરી કરવા આવેલી યુવતી સાથે થયો હતો એકતરફી પ્રેમ....
રાજ્યના પોલીસ વડાએ રાજકોટ પોલીસની કામગીરીને બિરદાવી
રાજકોટ પોલીસે સ્ટોન કિલરને પકડી પાડતા ઠેર ઠેરથી શુભેચ્છાઓ થઇ રહી છે. ત્યારે રાજ્યના પોલીસ વડા પી.પી. પાંડેય રાજકોટ પોલીસને અભિનંદન પાઠવવા રાજકોટ આવી પહોંચ્યા છે. શહેરના હેમુ ગઢવી હોલમાં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય પોલીસ વડાએ રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતની કામગીરીને બિરદાવી હતી. તેમજ તાજેતરમાં શાપર-વેરાવળમાં વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલવામાં રૂરલ પોલીસને સફળતા મળી હતી. તેમની કામગીરીને પણ બિરદાવામાં આવી હતી.
- ત્યારે રોજ એક યુવતી તેની સાથી મિત્રો સાથે નોકરીએ જવા માટે મારી રિક્ષામાં મુસાફરી કરતી હતી.
- યુવતી સાથે એકતરફી પ્રેમ થતાં પ્રપોઝ કર્યું હતું. પરંતુ યુવતીએ પ્રસ્તાવ નકારી દીધો હતો.
- હીતેશે પોતાના જમણા હાથની હથેળીમાં ટચલી આંગળીની સાઇડમાં અંગ્રેજીમાં યુવતીના નામના બે અક્ષર પન અને પોતાના નામના બે અક્ષર હીત એટલે કે પનહીત ટેટુ ચિતરાવ્યું છે.
સ્ટોન કિલરને ઓળખ પરેડ માટે મામલતદાર પાસે લઇ જવાયો
- રવિવારે સ્ટોન કિલર હિતેશ રામાવતને મામલદાર કચેરીએ ઓળખ પરેડ માટે લઇ જવાયો છે.
- ઓળખ પરેડ માટે મામલતદાર કચેરીએ લવાતા જ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા છે.
- હિતેશ પર કોઈ પ્રકારે હુમલો ન થાય કે લોકોના આક્રોશનો ભોગ ન બને તે માટે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સાંકેતિક શબ્દોથી શિકાર શોધતો
- હિતેશ શિકારને જાળમાં ફસાવવા માટે સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતો હતો. હિતેશ શોખીનોને ફોન કરી 'કાં, રાજા?' એવા શબ્દોનો ઉપયોગ કરતો હતો.
- તેમજ શોખીનોના સાથળ પર થપ્પા મારવા, અંગ ઉપાંગ સાથે ચોક્કસ પ્રકારના ચેડાં, ચેષ્ટાઓ અને જાહેર શૌચાલયોમાં લઘુશંકા કરવા આવેલા લોકોને પારખીને લઇ જતો હતો.
આગળની સ્લાઇડ્સ હિતેશે વોટ્સએપ પ્રોફાઇલમાં લખ્યું હતું Alone. (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ/રવિ ગોંડલિયા, રાજકોટ)