સુલતાન ફિલ્મ રિવ્યૂ : કેમ જોવી જોઈએ સલમાન ખાનની સુલતાન?

આખરે સલમાન ખાનની ફિલ્મ સુલતાન આજે રિલીઝ થઈ ચુકી છે. સલમાન ખાને સુલતાન ફિલ્મ ઘ્વારા તેના ફેન્સને ગિફ્ટ આપી છે. સુલતાન ફિલ્મ અલી અબ્બાસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અનુષ્કા શર્મા અને રણદીપ હૂડાનો પણ અગત્યનો રોલ છે.
સલમાન ખાનની ફિલ્મ સુલતાન તેના સ્ટાર પાવર અને સારી સ્ટોરીના કારણે પણ સારી કમાણી કરી શકે છે. સુલતાન ભારતમાં લગભગ 4000 સ્ક્રીનમાં અને ભારત બહાર લગભગ 1100 સ્ક્રીનમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મની એડવાન્સ બૂકિંગ પણ ફૂલ થઈ ચુકી છે.

સુલતાન ફિલ્મ રિવ્યૂ

સલમાન ખાન આ ફિલ્મમાં એક 40 વર્ષના રેસલર સુલતાન અલી ખાનનો રોલ નિભાવી રહ્યા છે જે હરિયાણા થી છે.