પાટડીમાં યુવાને મિત્રો સાથે મળી સોલાર ઇલેક્ટ્રિકલ સાઇકલ બનાવી
byRamji Parmar-
0
યૂ-ટ્યૂબ પર જોયેલા વીડિયોમાંથી પ્રેરણા લઇ અનોખી સાઇકલ બનાવી
ભાસ્કર ન્યૂઝ | પાટડી
પાટડીનામીકેનીકલ એન્જીનિયર યુવાને પોતાના ત્રણ જીગર જાન મિત્રો સાથે મળી અનોખી સોલાર ઇલેક્ટ્રીકલ સાયકલ બનાવી છે. એકવાર ચાર્જ કર્યા પછી 40 કિમી ચાલતી અનોખી સાયકલથી ઇંધણનો બચાવ થાય છે. ઉપરાંત પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે.
પાટડીની ઊમીયા વિજય સોસાયટીમાં રહેતા વિશાલ મહેન્દ્રભાઇ પરમારે યુટ્યુબ પર નેધરલેન્ડના યુવાનનો સોલાર ઇલેક્ટ્રીકલ સાયકલના વીડીયો જોયો હતો. જેમાંથી પ્રેરણા લઇ રાજકોટ સ્કુલ ઓફ એન્જિન્યરીંગના આર.કે.યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા મિત્રો ધાર્મિક સંધવી, રસીક બેરાની અને સાગર ગીલાની સાથે મળીને પ્રોફેસર રીના માંકડીયાના માર્ગદર્શન હેઠળ મહિનાઓની અથાગ મહેનત બાદ અનોખી સોલાર ઇલેક્ટ્રીકલ સાયકલ બનાવી છે.
સાયકલ સુર્યઊર્જા અને ઇલેક્ટ્રીક એમ બંન્ને ઊર્જાના ઉપયોગ દ્વારા ચાલે છે. સાયકલ બનાવવા માટે બેટરી (3-haid acid 12v,12av) BLDC મોટર કંન્ટ્રોલર અને સોલાર પેનલ (3-પેનલ-10w) દ્વારા બનાવવામાં આવી છે. સાયકલ ચાર્જ કર્યા બાદ 40 કિલોમીટર સુધી ચાલે છે. બેટરીને ફૂલ ચાર્જ થતા 6 થી 8 કલાકનો સમય લાગે છે. વધુમાં સાયકલ 20 થી 25 કિમીની ઝડપે ચાલી શકે છે. સાયકલમાં કોઇ અવાજનું પ્રદૂષણ પણ થતુ નથી. અંગે વિશાલ મહેન્દ્રભાઇ પરમારે જણાવ્યું કે સાયકલ બનાવવામાં 2 થી 3 મહિનાનો સમય લાગ્યો હતો અને અંદાજે રૂ.14,500ના ખર્ચે સાયકલ બનીને તૈયાર થઇ હતી.