શ્રીનગર: આતંકી બુરહાન વાનીના મોતના વિરોધમાં કાશ્મીરમાં ભડકેલી હિંસા રવિવારે બીજા દિવસે પણ થંભી નથી. કર્ફ્યૂ છતાં વિવિધ સ્થળે થયેલી હિંસક અથડામણોમાં અત્યાર સુધીમાં 20 જણા માર્યા ગયા છે, જેમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. ગુજરાતના 4490 સહિત 20 હજાર પર્યટકો અને અમરનાથના યાત્રાળુઓ કાશ્મીર ખીણમાં ફસાયા છે. રાજ્ય સરકાર તેમને એરલિફ્ટ કરીને જમ્મુ સુધી સુરક્ષિત પહોંચાડવા તૈયારી કરી રહી છે. હાલ તેમણે સૈન્ય તથા અન્ય સુરક્ષા એજન્સીઓની દેખરેખ હેઠળ વિવિધ કેમ્પોમાં આશરો લીધો છે.
20,000 શ્રદ્ધાળુને એરલિફ્ટ કરવાની તૈયારી : ટોળાંએ પોલીસનું મોબાઇલ બંકર જેલમ નદીમાં ફેંકી દેતા જવાન શહીદ
જમ્મુ-શ્રીનગર હાઇવે અને રેલસેવા બંધ રહેવાથી શ્રીનગર બીજા દિવસે પણ દેશથી સંપર્કવિહોણું રહ્યું. હાઇવે પર ફસાયેલાં સેંકડો વાહનોને પાછાં જમ્મુ મોકલવામાં આવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં મોબાઇલ સેવા અને સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ રહી. આ અગાઉ લોકો રવિવારે સવારે રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. અનંતનાગમાં હિંસક ટોળાએ પોલીસનું એક મોબાઇલ બંકર ઝેલમ નદીમાં ફેંકી દીધું હતું. ગાડીમાં સવાર અન્ય પોલીસકર્મીઓ તો ગમે તેમ કરીને બચી ગયા પણ ડ્રાઇવરનું મોત થયું હતું.
હથિયારો સાથે લાપતા થયેલા 3 પોલીસકર્મીઓ હજી પણ ગુમ
પુલવામા, કુલગામ અને શોપિયાં સહિત લગભગ તમામ સ્થળે હિંસક દેખાવો જારી રહ્યા હતા. દેખાવો અને તોડફોડનો સિલસિલો કુપવાડાના ગામો સુધી પહોંચી ગયો છે. અલગતાવાદીઓએ સોમવારે પણ બંધનું એલાન આપ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સૈન્યએ કાશ્મીરમાં થનારી ભરતી સ્થગિત કરી દીધી છે. બીજી તરફ હથિયારો સાથે લાપતા થયેલા 3 પોલીસકર્મીઓના બીજા દિવસે પણ કોઇ સગડ મળ્યા નથી.
કયાં જિલ્લાના કેટલા યાત્રીઓ ફસાયા
વડોદરા--------- 1120
અમરેલી--------- 611
ખેડા--------------392
મહેસાણા---------335
ભાવનગર---------540
ગીર સોમનાથ-----216
વલસાડ-----------200
સુરત-------------150
ભરૂચ------------120
જામનગર--------120
નવસારી---------110
જૂનાગઢ---------100
પંચમહાલ--------83
તાપી------------56
છોટાઉદેપુર-------45
પાટણ------------43
પોરબંદર---------41
દાહોદ-----------41
સાબરકાંઠા-------75
કચ્છ-------------40
અમદાવાદ-------40
મહિસાગર--------12
અમરેલી--------- 611
ખેડા--------------392
મહેસાણા---------335
ભાવનગર---------540
ગીર સોમનાથ-----216
વલસાડ-----------200
સુરત-------------150
ભરૂચ------------120
જામનગર--------120
નવસારી---------110
જૂનાગઢ---------100
પંચમહાલ--------83
તાપી------------56
છોટાઉદેપુર-------45
પાટણ------------43
પોરબંદર---------41
દાહોદ-----------41
સાબરકાંઠા-------75
કચ્છ-------------40
અમદાવાદ-------40
મહિસાગર--------12