Updates

6/recent/ticker-posts

Header Ads Widget

ઉત્તરાખંડ : ઊંઘમાં વાદળ ફાટ્યાં 32નાં મોત, ચારધામ યાત્રા અટકી

ઉત્તરાખંડ : ઊંઘમાં વાદળ ફાટ્યાં 32નાં મોત, ચારધામ યાત્રા અટકી
 
ઉત્તરાખંડ : ઊંઘમાં વાદળ ફાટ્યાં 32નાં મોત, ચારધામ યાત્રા અટકી
બે આઈબી અધિકારી સહિત 45 લાપતા, અરુણાચલમાં બેનાં મોત 
ભાસ્કર ન્યૂઝ|દહેરાદૂન/નવી દિલ્હીબેવર્ષ બાદ ઉત્તરાખંડ ફરી સમસમી ગયું છે. ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 32 લોકોનાં મૃત્યુ થયાં છે અને 45 લોકો ગુમ છે. પિતૌરાગઢ અને ચામોલી સૌથી વધુ અસરગ્રસ્ત છે. સ્થાનિકોએ જણાવ્યું કે ઊંઘતામાં આફત આપી પડી હતી. ચાર ધામ યાત્રા અટકાવી દેવાઈ છે. 24 કલાકથી અવિરત વરસાદ ચાલુ છે.
...અનુસંધાન પાનાં નં.17
અલકનંદા, સરયુ, મંદાકિની સહિત દસ નદીઓમાં ઘોડાપૂર છે. ઋષિકેષ-બદ્રીનાથ હાઇવે બંધ છે. ત્રણ હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. માનસરોવરના યાત્રીઓ પણ ફસાયેલા છે. લશ્કર, આઈટીબીપી અને એનડીઆરએફની ટીમ બચાવકાર્યમાં લાગેલી છે. મોટા ભાગના રસ્તા બંધ છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. બીજી તરફ અરુણાચલમાં પણ ભૂસ્ખલન થયું છે. ત્યાં બે લોકોનાં મોત થયાં છે અને આઈબીના પાંચ અધિકારીઓ ગુમ થયા છે.
લાઇવ રિપોર્ટ- અમારા ગામમાં 25 ઘર હતાં, હવે તો માત્ર ત્રણ-ચાર બચ્યાં છે...
બસ્તડી (ઉત્તરાખંડ) વાદળ ફાટવાના અવાજથી ઊંઘ ઊડી હતી. વરસાદ રોકાયો તો અમે જાનવરોને બચાવવામાં લાગી ગયા હતા. ઘર બરબાદ થઇ ગયાં હતાં. ગામમાં 25 ઘર હતાં, ત્રણ-ચાર બચ્યાં છે. મારો નાનો ભાઈ પાણી માટે રસ્તો બનાવી રહ્યો હતો. બહેન સામાન એકત્ર કરી રહી હતી ત્યારે ફરી ધડાકો થયો હતો. જાણે બોમ્બ ફાટ્યો હતો. અને પછી ઘણા ઘર ઝડપથી વહી રહેલી નદીમાં તણાઇ ગયા હતા. મારો ભાઈ પણ.બધા રસ્તા પણ લેન્ડસ્લાઇડ થયું હતું. કાટમાળ હટાવીને આગળ વધવું પડ્યું. આઈટીબીપીની ટીમ મિર્થીથી 14 કિમી દૂર ગામ સુધી પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મિર્થી લવાયા હતા. પછી હેલિકોપ્ટરથી બહાર પિથૌરાગઢ મોકલાયા હતા. હવામાનને કારણે બે ઘાયલોને મિર્થીમાં રોકવા પડ્યા હતા. - દીવાનચંદ ભટ્ટ
મોતને સામે જોવા જેવું હતું
હું અને મારા મિત્ર બાઇક પર દિલ્હીથી ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે થઇને બસ્તડી પહોંચ્યા હતા. ત્યારે ખડકો ધસવા લાગ્યા હતા. મજૂરોએ અમને રોડથી દૂર ખસવા કહ્યું હતું. અમે બાઇક છોડીને ખાલી મેદાન તરફ ભાગ્યા હતા. હું મિત્રોને ફોન કરીને મદદ માટે સોશિયલ મીડિયામાં મેસેજ નાખવા કહ્યું હતું. અહીં રહેલા સેનાના જવાનોએ આગામી સૂચના સુધી અમને અહીં રહેવા કહ્યું હતું. અહીં લોકો કહી રહ્યા છે કે 50થી 70 લોકો માર્યા ગયા છે. આમ પણ કહી રહ્યા છે કે એક વાર વાદળ ફાટે છે તો તેના અમુક કલાક બાદ ફરી ફાટે છે. હવે અહીંથી નીકળવાની રાહ જોઇ રહ્યા છીએ.- પુનિત
ભાવનગરમાં દોઢ કલાકમંા સાડા ચાર ઈંચ | ભાવનગરશહેર અને જિલ્લામાં શુક્રવારે બપોરે દોઢ વાગ્યાથી માત્ર દોઢ કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકી જતા શહેરમાં ચોતરફ પાણી ભરાઈ ગયા હતા. કારણે શુક્રવારે શાળામાં બપોરે રિસેસના સમયે રજા રહી. શહેરના રેલવે સ્ટેશન અને કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા.